ભારતના 15 વર્ષના બાળકે તૈયાર કરી શાનદાર એપ યુક્રેન ને કરશે યુદ્ધમાં મદદ જાણીને આખી દુનિયા સ્તબ્ધ રહી ગઈ - khabarilallive
     

ભારતના 15 વર્ષના બાળકે તૈયાર કરી શાનદાર એપ યુક્રેન ને કરશે યુદ્ધમાં મદદ જાણીને આખી દુનિયા સ્તબ્ધ રહી ગઈ

યુદ્ધના પરિણામ સ્વરૂપે વિસ્થાપિત થયેલા લાખો લોકો અને બીજા દેશોમાં શરણ લેવા માટે મજબૂર છે. યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રના પીડિતોને સહાયતા આપતી વખતે એક 15 વર્ષીય ભારતીય યુવકે હવે પાડોશી દેશોમાં યુક્રેની શરણાર્થિઓને જોડવામાં મદદ કરવા માટે એક એપ બનાવી છે.

તેજસ રવિશંકરના રૂપમાં ઓળખાતા યુવાન યુવક સિકોઈયા ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જીવી રવિશંકરનો દીકરો છે. સૉફ્ટવેર ડેવલપર તેજસે અંદાજે બે અઠવાડિયામાં એપ તૈયાર કરી લીધી. તેજસે ગુરૂવારે ગુગલ પ્લેસ્ટોર પર એપની લિન્ક ટ્વિટ કરી અને લખ્યું, Refuge ની શરૂઆત- યુક્રેનમાં તેના ઘરમાંથી વિસ્થાપિત થયેલા લોકોની મદદ કરવા માટે.

Refuge એવી જગ્યા છે, જ્યાં મદદની રજૂઆત કરનારા વ્યક્તિ એવા લોકો સાથે જોડાય છે, જેને સહાયતાની જરૂર હોય છે. તેથી આ શબ્દને વાયરલ કરવા માટે રીટ્વિટ કરે. 

શરણાર્થિઓ માટે નજીકનુ સપોર્ટ સ્થાન શોધવા માટે એપમાં આખી દુનિયાનો નકશો છે.નેશનલ આઈડી-બેસ્ડ વેરિફિકેશન સુવિધાઓ, ભોજન, રહેવા માટે સુરક્ષિત સ્થાન અને દવાઓ જેવી જરૂરીયાતને પૂર્ણ કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી છે.

કોઈ પણ જરૂરીયાત વ્યક્તિ ફક્ત બે ક્લિકમાં જરૂરી સહાયતા પ્રાપ્ત કરી શકે છે અને એપ 12થી વધુ ભાષાઓમાં અનુવાદ પણ કરે છે. તેજસના પિતાએ ટ્વિટર પર દીકરાના ખૂબ વખાણ કર્યા .તેજસના પિતા જીવી રવિશંકરે ટ્વિટર પર તેની સિદ્ધીઓ શેર કરી અને તેના દીકરાની સફળતાના વખાણ કર્યા.

તેમણે લખ્યું, યુવા પેઢીની વધુ એક તાકાત. તે ચર્ચા નહીં પરંતુ કાર્યવાહી પર વિશ્વાસ રાખે છે. આવી રીતે આગળ વધતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *