ગુજરાતમાં ઓક્ટોમ્બર મહિનાના ૫ દિવસ પડશે કેવો વરસાદ આ જિલ્લામાં આગાહી સાથે હવામાન વિભાગની ચેતવણી
ગુજરાતમાં વરસાદનું જોર મંગળવારથી ઓછું થતું દેખાઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં વરસાદ અને ગરમી એમ બેવડી ઋતુનો વારંવાર અનુભવ થયો હતો. ત્યારે ઓક્ટોબર મહિનામાં પણ વાતાવરણમાં વારંવાર પલટાના યોગ હોવાનું હવામાન નિષ્ણાતે જણાવ્યું છે.
ઓક્ટોબર મહિનામાં ગરમી સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે. ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી આપી છે તે જોઈએ. નોંધનીય છે કે, બે દિવસ બાદ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.
ત્યારે ખેલૈયાઓને ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં તે અંગેની ચિંતા સતાવી રહી છે. હવામાન વિભાગે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે, પહેલી ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બુધવારે, બીજી ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુરુવારે, ત્રીજી ઓક્ટોબરના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ચોથી ઓક્ટોબરના શુક્રવારે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
પાંચમી ઓક્ટોબરના શનિવારના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.