લો આવી ગયું અંબાલાલ પટેલ નું નવુ નિવેદન ઓક્ટોમ્બર મહિનામાં વરસાદ પડશે સાથે સાથે ન ધારેલું થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યું છે કે, “ઓક્ટોબર મહિનામાં ગરમી વધુ પડશે અને સમુદ્રમાં વાવાઝોડા થવાની સંભાવના રહેશે. બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડા સક્રિય થશે અને અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાની શક્યતાઓ રહેશે.
સપ્ટેમ્બર મહિનામાં લોકોને બેવડી ઋતુનો અહેસાસ થયો. ભાદરવાના તડકો અને સાથે જ વરસાદી માહોલ. આ મહિનામાં વરસાદની સિસ્ટમો સક્રિય થતાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ઓક્ટોબર મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે એવી આગાહી કરી છે.
જેનું માર્ગ ઓમાન તરફનો રહી શકે છે કે કેમ તે અંગેની સ્થિતિ વાવાઝોડું સક્રિય થઈ ગયા બાદ નક્કી થાય છે.” અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, “બંગાળના ઉપસાગરની શાખા દક્ષિણ તટ ઉપર ભારે વરસાદ લાવી શકે અને તેની અસર ગુજરાત સુધી થઈ શકે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હોય તો ગુજરાતમાં હળવો વરસાદ આવી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ બને તો માવઠા વધુ થઈ શકે છે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીમાં ઘણા પલટાઓ આવવાના છે.“ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યું છે કે, 30 સપ્ટેમ્બરથી ઉઘાડ નીકળી જશે અને અકળામણ અનુભવાય તેવો તડકો પડશે. પરંતુ નવરાત્રીની શરૂઆતમાં હસ્ત નક્ષત્રના કારણે ગાજવીજ સાથે હળવો વરસાદ થશે.
તેમ જ નવરાત્રીના મધ્ય ભાગમાં તડકો પડશે અને નવરાત્રીના અંતમાં ફરી એક વખત ચિત્રા નક્ષત્રને કારણે પણ વરસાદ થશે. હવમાન નિષ્ણાતે આગાહીમાં જણાવ્યુ છે કે, “પ્રચંડ વાવાઝોડા બનવાની શક્યતાઓ રહેશે. તેની અસરના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અને અરબી સમુદ્રના ભેજના કારણે માવઠા થવાની શક્યતાઓ રહેશે.
વધુ પડતા માવઠા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવશે. કારણ કે, રાતા સમુદ્રમાં અને કાળા સમુદ્રમાં ભૂમધ્ય મહાસાગરથી અરબ રાષ્ટ્રમાં થઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવ્યા કરશે એટલે આ વખતે માવઠા થવાની શક્યતા વધુ રહેશે.“ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, “ત્રણથી પાંચ ઓક્ટોબર વરસાદ થવાની શક્યતા છે.
તેમજ સાતથી 12 વરસાદ થશે. 17થી 30 ઓક્ટોબર સુધીમાં વારંવાર હવામાનમાં પલટા આવ્યા કરશે. ઓક્ટોબર મહિનામાં બે વાવાઝોડા બનશે. બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે. જેની અસર 14થી 28 ઓક્ટોબરના રહેશે. અરબ સમુદ્રમાં 7થી 13 ઓક્ટોબર હલચલ થશે અને 28 ઓક્ટોબરની આસપાસ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. જોકે વાવાઝોડા બન્યા બાદ માર્ગ નક્કી થશે.”