ગુજરાતમાં આ જિલ્લાને ઘમરોડશે મેઘરાજા નવરાત્રિના નવ દિવસ સતત વરસાદની આગાહી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે. અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમરેલી જિલ્લામાં આગામી 28 અને 29 તારીખે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં 116 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 28 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે 17 કિમીની રહેશે. તેમજ હૂંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
જામનગર જિલ્લામાં તારીખ 28 ના રોજ 2 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આગામી તારીખ 28 થી 29 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ અથવા ઝાપટાં પડવાની શક્યતા છે.
મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 16 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ 1 મીમી વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આગામી 28 થી 29 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 23 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 28 થી 29 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં 62 મીમી વરસાદ પડવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 26 કિમીની રહેવાની શક્યતા છે. 28 થી 29 દરમિયાન હૂંફાળું, ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે.