ગુજરાતમાં ભારે વરસાદ પડશે અંબાલાલ એ ફરી કહી દીધી મોટી વાત આ તારીખ લખીને રાખજો
રાજ્યમાં વરસાદે હાલ વિરામ લીધો છે. કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ ભાદરવાના તાપને કારણે તાપમાનનો પારો પણ ઊંચે જઈ રહ્યો છે. ચોમાસુ વિદાય તરફ છે તેમ છતાં પણ સપ્ટેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય છે.
જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.હાલ તો ગુજરાતમાં ભાદરવાના તડકો પડી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં ફરી સિસ્ટમ સક્રિય થશે અને વરસાદી માહોલ બનશે. દક્ષિણ ચીનમાં બનતા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા સિસ્ટમ સક્રિય થશે.
ઓરિસ્સાના ભાગોમાં મધ્ય પ્રદેશના ભાગોમાં થઈને ગુજરાતમાં આવશે. અને અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેના કારણે ગુજરાતમાં વાતાવરણ પલટો આવશે અને વરસાદી માહોલ બનશે.હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે, હજુ વરસાદ ગયો નથી. 22 સપ્ટેમ્બર સુધીમાં ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવે અને 27 થી 30 સપ્ટેમ્બરના રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, ખેડા અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. જેમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા રહે. કોઈ ભાગોમાં ઓછા વરસાદથી 2 થી 4 ઇંચ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહે. આ સાથે જ નર્મદા નદીની જળ સપાટી વધી શકે છે.
દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ હળવા વરસાદી ઝાપટાંની શક્યતા રહેશે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ અને હવામા ભેજનું પ્રમાણ છે. સતત ભેજ વાળા વાતાવરણથી પાકોમાં રોગ આવી શકે છે.