અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન એ પુતિન વિશે આપેલા એક બયાનથી મચી ગયો મોટો હોબાળો કરવો પડ્યો મોટો ખુલાશો - khabarilallive
     

અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન એ પુતિન વિશે આપેલા એક બયાનથી મચી ગયો મોટો હોબાળો કરવો પડ્યો મોટો ખુલાશો

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર આપેલા નિવેદનને લઈને હોબાળો મચી ગયો છે. ત્યાર બાદ વ્હાઈટ હાઉસે  આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. હકીકતમાં જોઈએ તો, અમેરિકી રાષ્ટ્રપતિએ શનિવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે કહ્યું હતું કે, આ વ્યક્તિ સત્તામાં રહી શકે નહીં.

બાઈડનના નિવેદન બાદ વ્હાઈટ હાઉસને સફાઈ આપવી પડી.બાઈડનના આ નિવેદન બાદ વ્હાઈટ હાઉસે તુરંત કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ રશિયામાં નવી સરકારના ગઠનની વાત નહોતા કરતા.

હકીકતમાં વ્હાટ હાઉસના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, બાઈડેન પુતિનને રશિયાની સત્તામાં બની રહેવા અથવા સરકાર બદલવા વિશે નથી કહી રહ્યા. તેમનો અર્થ એ હતો કે, પુતિને પોતાના પાડોશીઓ અથવા ક્ષેત્રો પર પોતાની શક્તિનો ઉપયોગ ન કરવો જોઈએ.

બાઈડેને તો પોલેન્ડની રાજધાની વારસોમાં પોતાના ભાષણનો ઉપયોગ ઉદાર લોકતંત્ર અને નાટો સૈન્ય સંગઠનના બચાવ માટે કર્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, રશિયા આક્રમકતા વિરુદ્ધ લાંબા સંઘર્ષ માટે ખુદને તૈયાર રાખવાનું કહ્યું છે. વ્હાઈટ હાઉસે બાઈડેનના સંબોધનને એક મુખ્ય સંબોધન ગણાવ્યુ હતું.

અમેરિકી રાષ્ટ્રપતિએ રોયલ કૈસની સામે બોલતી વખતે પોલેન્ડમાં જન્મેલા પોપ જોન પોલ દ્વિતિયના કહેલા શબ્દોનો ઉલ્લેખ કરતા અને ચેતવણી આપી હતી કે, યુક્રેન પર પુતિનનું આક્રમણ દાયકાઓ સુધીના લાંબા યુદ્ધનો ખતરો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *