પુતિને સૈનિકોને મોકલેલા સિક્રેટ મેસેજ થયા લીક આ તારીખે કરશે યુદ્ધ સમાપ્ત
રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલું છે. ત્યારે આવા સમયે બંને દેશોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ તમામની વચ્ચે રશિયાની સેનાએ કેટલીય વાર રાજધાની કીવમાં કબ્જો કરવાની કોશિશ કરી, પણ યુક્રેનના સૈનિકોએ તેમના હંમેશા આગળ વધતાં અટકાવ્યા છે.
ત્યારે હવે રશિયાએ પોતાના સૈનિકોને કહ્યું છે કે, યુક્રેન પર જીત માટે 9 મેની તારીખ નક્કી કરી છે. તેથી આ ઐતિહાસિક મહત્વની તારીખ સુધી જીત નક્કી કરે. સશસ્ત્ર દળોના જનરલ સ્ટાફના એક સભ્યએ દાવો કર્યો છે. રશિયા સંઘના સશસ્ત્ર બળોના સૈનિકોની વચ્ચે આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે, યુદ્ધને 9 મે સુધી સમાપ્ત કરવાનું છે.
યુદ્ધમા રશિયાને ઘણુ નુકસાન અને સૈનિકોનું મનોબળ નીચે આવ્યું હોવા છતાં પણ રશિયા સંઘના સૈન્ય અને રાજનીતિ અધિકારી હજૂ પણ યુક્રેન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે.
રશિયા અને યુક્રેનની સરહદ પાસે મોટા ભાગના મેડિકલ શિબિર રશિયાની સેનાના ઘાયલ સૈનિકોના કબ્જામાં છે. જો કે, રશિયા સૈનિક પોતાના હવાઈ સૈનિકોની લડાકૂ ક્ષમતાઓને વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રશિયા માટે 9 મેનો દિવસ ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વનો છે. દ્વિતિય વિશ્વ યુદ્ધના અંતનો જશ્ન મનાવા માટે દર વર્ષએ આ દિવસે જાહેર રજા હોય છે. આ દિવસે રશિયાએ નાઝિયો પર સોવિયત સંઘ જીતનો દાવો કર્યો છે. આ દિવસે મોસ્કોમાં એક વિશાળ સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવે છે. તેમાં સોવિયત સંઘના પૂર્વ સભ્યોની સાથે ઈઝરાયલ અને સર્બિયાની સેના પણ જોડાય છે.