ગુજરાત પર ફરી બંધાયા વાદળો આ જિલ્લા ૧૨ અને ૧૩ તારીખે અતિભારે વરસાદની આગાહી - khabarilallive    

ગુજરાત પર ફરી બંધાયા વાદળો આ જિલ્લા ૧૨ અને ૧૩ તારીખે અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે આજે (11 જુલાઇ – ગુરૂવાર) સવારે 10 વાગ્યા સુધીમાં 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી છે. જ્યારે આજે આખા દિવસમાં કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. એટલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

દેશમાં હવામાન અંગેની વાત કરીએ તો, IMD વૈજ્ઞાનિક સોમા સેને કહ્યું, ‘બિહારમાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. 12 જુલાઈએ સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદમાં વધારો થવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાલયી ક્ષેત્ર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, આજે મધ્ય ભારતમાં ગુજરાત ઉપર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાઈ રહ્યું છે. જેના કારણે અરબી સમુદ્રમાંથી પણ ભેજ પ્રવેશી રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે પણ અહીં ભારે વરસાદ પડ્યો હતો.

IMDના જણાવ્યા અનુસાર 12 જુલાઈએ 9 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં બંગાળ, યુપી, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર અને ગોવા સામેલ છે. આ સિવાય પંજાબ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ અને ઓડિશામાં ભારે પવન સાથે તોફાન અને વીજળી પડવાની સંભાવના છે. જ્યારે ગુજરાતમાં આજે ભારે વરસાદની ચેતવણી છે, આવતીકાલથી વરસાદની તીવ્રતા ઓછી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *