બ્રેકિંગ ન્યૂઝ દક્ષિણ ગુજરાત સહિત આ જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ આજથી આવનાર બે દિવસ સુધી - khabarilallive    

બ્રેકિંગ ન્યૂઝ દક્ષિણ ગુજરાત સહિત આ જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ આજથી આવનાર બે દિવસ સુધી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અતિભારે વરસાદની આગાહી: હવામાન નિષ્ણાત આગાહી અનુસાર સુરત ,ડાંગ ,નવસારી ,વલસાડ ,તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

જ્યારે બનાસકાંઠા ,પાટણ ,મહેસાણા ,સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,દીવ, કચ્છ, દ્વારકા ,મોરબી ,જામનગર ,રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, દાહોદ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. મોરબી, મહીસાગર, ખેડા,જામનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *