ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ આ તારીખથી શરૂ થશે મેઘરાજાની નવી બેટિંગ તૈયાર થઈ જાવ - khabarilallive    

ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ આ તારીખથી શરૂ થશે મેઘરાજાની નવી બેટિંગ તૈયાર થઈ જાવ

ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને જોતા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત કચ્છ, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાથી લઈને ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 5 દિવસ સુધી 45 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

વરસાદી આંકડાની વાત કરીએ તો, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 20 ટકા વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 29 ટકા, કચ્છમાં 25 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 21 ટકા વરસાદ વરસ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના કારણે અનેક ઠેકાણે જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી 67 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જે પૈકી બે સ્ટેટ હાઈવે, 57 પંચાયત હસ્તકના તેમજ 8 અન્ય રસ્તાઓ છે.

આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજયના 113 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 17 જેટલા તાલુકામાં 1 ઈંચથી વધુ અને 5 તાલુકામાં 2 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

જેના પગલે અનેક ખેતરો બેટરમાં ફેરવાઈ જતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી દાંતાની રેફરલ હોસ્પિટલમાં પણ પાણી ઘૂસી જતાં તબીબો, દર્દીઓ અને દર્દીઓના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સિવાય નર્મદા જિલ્લાના તિલકવાડામાં અઢી ઈંચ, બનાસકાંઠાના વડગામમાં અઢી ઈંચ, પાલનપુરમાં પોણા 2 ઈંચ, તાપીના કુકરમુંડામાં પોણા 2 ઈંચ,સુરતના ઉમરપાડામાં દોઢ ઈંચ, નર્મદાના નાંદોદમાં દોઢ ઈંચ, ભરૂચના ઝઘડિયામાં સવા ઈંચ,પંચમહાલના હાલોલમાં સવા ઈંચ, મહેસાણાના સતલાસણામાં સવા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *