ગુજરાતમાં મેઘો વરસ્યો એક સાથે ૧૧૦ તાલુકામાં વરસાદ જાણો આવનાર દિવસ કેવો રહેશે વરસાદી માહોલ - khabarilallive    

ગુજરાતમાં મેઘો વરસ્યો એક સાથે ૧૧૦ તાલુકામાં વરસાદ જાણો આવનાર દિવસ કેવો રહેશે વરસાદી માહોલ

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. 24 કલાકમાં કુલ 110 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે જેમા સૌથી વધુ કડીમાં સાડા 5.28 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના ઈડરમાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે.ગુજરાતમાં જેઠ મહિનામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં પાંચ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત ભરૂચના હાંસોટ, નેત્રંગ અને જોટાણામાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે પ્રાંતિજ અને ભિલોડામાં પોણા બે ઈંચ વરસાદ, વિજાપુર, માણસા, હિંમતનગરમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 6 તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે આખા દિવસ દરમિયાન એટલે ગુરૂવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યમાં વરસાદ સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ રહેશે. સૌરાષ્ટ્ર , ઉત્તરગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં હવે વરસાદી માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં પણ સારા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ હોવાથી ઘણાં વિસ્તારો પાણીથી તરબોળ થયા છે. આવામાં આજે (04-07-2024) સવારે 10 વાગ્યા સુધી કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તે જોઇએ

હવામાન વિભાગના મેપમાં આપેલી માહિતી પ્રમાણે, આજે સવારે 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 10 વાગ્યા સુધી કચ્છ, ભાનનગર, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે આખા દિવસ દરમિયાન એટલે ગુરૂવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે આખા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી પણ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *