પોલીસે એક જ વાર ફોનમાં એવા બે શબ્દો કહ્યા કે રેપનો આરોપી સામેથી જ આવી ગયો પોલીસ સ્ટેશન - khabarilallive    

પોલીસે એક જ વાર ફોનમાં એવા બે શબ્દો કહ્યા કે રેપનો આરોપી સામેથી જ આવી ગયો પોલીસ સ્ટેશન

યુપીમાં યોગી આદિત્યનાથ ફરી સીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે બુલડોઝરોનો તરખાટ ફરી શરૂ થયો છે. બુલડોઝરના ડરથી રેપના ફરાર આરોપીએ બે જ કલાકમાં પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધુ હોવાનુ જાણવા મળ્યુ છે.

મળતી વિગતો પ્રમાણએ પ્રતાપગઢ જિલ્લામાં  શૌચાલય સંચાલક શુભમ મોદનવાલ પર એક મહિલા પર રેપ કરવાનો આરોપ હતો. પોલીસ દ્વારા શનિવારે આ ઘટના બની તે પછી તેની શોધખોળ કરવામાં આવી હતી.

એ પછી પોલીસ બુલડોઝર લઈને તેની ઘરે પહોંચી ગઈ હતી અને પરિવારને ચેતવણી આપી હતી કે, 24 કલાકમાં રેપના આરોપીએ સરેન્ડર નહીં કર્યુ તો તેનુ ઘર તોડી પાડવામાં આવશે.

આ ધમકીની એવી અસર થઈ હતી કે, આરોપી 2 જ કલાકમાં પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *