ગુજરાતમાં વરસાદનો કહેર આ જિલ્લામાં ઘરોમાં ભરાયા પાણી હવામાન વિભાગ અનુસાર હજી મેઘરાજા મચાવશે તબાહી - khabarilallive    

ગુજરાતમાં વરસાદનો કહેર આ જિલ્લામાં ઘરોમાં ભરાયા પાણી હવામાન વિભાગ અનુસાર હજી મેઘરાજા મચાવશે તબાહી

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે ગુજરાતાં છેલ્લા 24 કલાકમાં કુલ 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ બનાસકાંઠાના લાખાણીમાં 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા બનાસકાંઠાના લાખણી તાલુકામાં સૌથી વધુ 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે 50 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયોછે. લાખાણી બાદ મહેસાણામાં 3.92 ઇંચ, બેચરાજીમાં 3.8 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ચીખલીમાં 3.8 ઈંચ, દાંતીવાડા 3.7 ઈંચ વરસાદ વરસ્યો છે.

મંગળવારે અમદાવાદ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે. જેમા તેમણે આજ માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે 11 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ આપી છે.

જ્યારે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, નર્મદા જિલ્લામાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવી છે. મહેસાણામાં પણ મંગળવારે બે કલાકમાં 2 ઇંચ પડેલા વરસાદના કારણે અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. મહેસાણા શહેરના માનવ આશ્રમ ચોકડી નજીક આવેલ કીર્તિ સાગર બંગ્લોઝ સોસાયટીમાં પાણી ભરાયાં હતાં.

સોસાયટીમાં પાણી ભરાતાં કાર તરતી દેખાઇ હતી.અરવલ્લીના મોડાસા શહેરમાં રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી ભરાયું. બે ઇંચ વરસાદથી શહેરના રસ્તા ડૂબ્યા હતા.મેઘરજ રોડ, ચાર રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાયા હતા. પાણી ભરાતાં અનેક વાહનો બંધ પડ્યા હતા. મોડાસામાં ૩ ઇંચ, મેઘરજ અને ભિલોડામાં એક એક ઇંચ વરસાદ નોંધાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *