ચોમાસુ વધ્યું આગળ ૨૪ ૨૫ ૨૬ માટે આ જિલ્લાઓમાં આવશે વરસાદ સાયક્લોનિક સર્કયુલેશન વધશે આગળ - khabarilallive    

ચોમાસુ વધ્યું આગળ ૨૪ ૨૫ ૨૬ માટે આ જિલ્લાઓમાં આવશે વરસાદ સાયક્લોનિક સર્કયુલેશન વધશે આગળ

ગુજરાતમાં આજે તમામ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજે સવારથી અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. આ સાથે 10 વાગ્યા સુધીમાં અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, આજે સવારે 10 વાગ્યા સુધીમાં મોરબી, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે તાપીના વ્યારા, વલસાડ, બોડેલી, તાપીના નિઝર, નર્મદાના સાગબારામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

આ સાથે સુરતના માંગરોલ, સુરતના મહુવા, સુરત, વાલીયા, નસવાડી, હાલોલ અને ઉમરગામમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.આજે 23 જૂનના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. શનિવારે હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, સાઉથ-વેસ્ટ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. જેના કારણે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આગામી ત્રણ-ચાર દિવસમાં ચોમાસું આગળ વધવાની પણ સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *