હવામાન વિભાગની મોટી આગાહી 72 કલાક માં ચોમાસું મારશે છલાંગ ગુજરાતના આ જિલ્લાઓને ધમરોડશે મેઘરાજા - khabarilallive    

હવામાન વિભાગની મોટી આગાહી 72 કલાક માં ચોમાસું મારશે છલાંગ ગુજરાતના આ જિલ્લાઓને ધમરોડશે મેઘરાજા

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બોટાદ શહેરમાં બપોરે વરસાદ પડ્યા બાદ શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. શહેરના ભાવનગર રોડ પર પાણી ભરાઈ ગયું છે. જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. ભાવનગર રોડ પર રેલવે અંડર બ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ, જેસર તાલુકાના મોરચુપણા, જડકલા, કંદમગીરી, ભંડારીયા, વડાલ, અયાવેજ સહિત ગામડાઓમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસ પડેલા ભારે વરસાદનાં કારણે નદી નાળાઓ પણ છલકાયા છે. હાલ અંધારપટ વાતાવરણ વચ્ચે જેસર તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસી રહ્યો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં અટકી ગયેલું ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 24થી 26 જૂન દરમિયાન મેહુલિયો વરસશે. 28 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં પવનની ગતિ 40 થી 45 કી.મી પ્રતિકલાકની રહી શકે છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસે તે માટે ગુજરાતીઓને રાહ જોવી પડશે.

આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી કરાઇ છે.22 જૂન: અરવલ્લી ,દાહોદ ,મહીસાગર ,પંચમહાલ વડોદરા ,છોટાઉદેપુર, સુરત ,ડાંગ ,નવસારી, વલસાડ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ ,અમરેલી ,ભાવનગર ,ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી

23 જૂન: બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી

24,25, 26 જુન: સમગ્ર રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં 33 મીમી, નડિયાદમાં 33 મીમી, ચોર્યાસીમાં 22 મીમી, ઉમરગાંવમાં 21 મીમી, કુકરમુંડામાં 15 મીમી, જલાલપોરમાં 14 મીમી, માતરમાં 11 મીમી અને નાંદોદમાં 10 મીમી વરસાદ નોંધાયો છે. વાપી, ઓલપાડ અને જોટાણામાં 9-9 મીમી, નિઝરમાં 7 મીમી, ધોળકા અને નેત્રંગમાં 6-6 મીમી, ચીખલી અને સુરતના માંડવીમાં 5-5 મીમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં મેધરાજાની પધરામણી જોવા મળી શકે છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *