છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ જિલ્લામાં વરસ્યો વરસાદ સૌથી વધારે નડિયાદમાં જાણો સમગ્ર ગુજરાતનો હાલ - khabarilallive    

છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ જિલ્લામાં વરસ્યો વરસાદ સૌથી વધારે નડિયાદમાં જાણો સમગ્ર ગુજરાતનો હાલ

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો અનુભવાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનો છે. ગુજરાતમા છેલ્લા 24 કલાકમાં 35 જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. જેમા સૌથી વધુ કપરાડા અને નડિયાદમાં 1.32 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 35 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના કપરાડા અને ખેડાના નડિયાદમાં 1.32 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના ચોર્યાસીમાં 22 એમએમ, વલસાડના ઉમરગામમાં 21 એમએમ, તાપીના કુકરમુંડામાં 15 એમએમ, જલાલપોરમાં 14 એમએમ અને ખેડાના મટારમાં 11 એમએમ, નર્મદાના નાંદોદમાં 10 એમએમ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આજે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે શુક્રવારે (21 જૂન) વરસાદની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, પંચમહાલ, દાહોદ, અરવલ્લી તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોમાસું હાલ નવસારીમાં જ સ્થિત છે. ગુજરાતમાં હાલ જે વરસાદ થઇ રહ્યો છે તે ઉત્તર ગુજરાતમાં સ્થિત સાયક્લોનિક સરક્યુલેશનને કારણે થઇ રહ્યો છે.પૂર્વ પેસિફિક મહાસાગર જળવાયુની સ્થિતિ તટસ્થ છે. જ્યારે લા નીનોની સ્થિતિ બનશે ત્યારે દેશમાં સારું ચોમાસું રહેવાની સ્થિતિ રહેશે. અરબી સમુદ્ર તથા બંગાળના ઉપસાગર શાખા સાથે ચાલવી જોઈએ. ખાંચો ન પડે તો વરસાદ સારો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *