રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનની ગર્લફ્રેન્ડ વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે તેને ગોતવા 3 દેશો લાગ્યા કામે

પુતિનની સિક્રેટ ગર્લફ્રેન્ડ બાબતે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પુતિનની કથિત ગર્લફ્રેન્ડ અને પૂર્વ જિમ્નાસ્ટ અલિના કાબેવા સ્વિટ્ઝર્લેન્ડમાં છુપાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રશિયા, યુક્રેન અને બેલારુસના લોકોએ અલિના વિરુદ્ધ એક ઓનલાઈન પિટિશન કરી છે, જેમાં તેને સ્વિટ્ઝર્લેન્ડમાંથી બહાર કાઢવાની માગ કરવામાં આવી રહી છે.

દાવા મુજબ, અલિના તેનાં ત્રણ બાળક સાથે લક્ઝરી વિલામાં છુપાયેલી છે. આ પિટિશનના સમર્થનમાં અત્યારસુધીમાં 50 હજારથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. અલિનાની ઉંમર 38 વર્ષની છે અને તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે. અલિના પુતિનની યુનાઈટેડ રશિયા પાર્ટીની સાંસદ પણ રહી ચૂકી છે.

અલિના છેલ્લે ડિસેમ્બર 2021માં મોસ્કોમાં ડિવાઇન ગ્રેસ રિદમિક જિમ્નેસ્ટિક્સ ટૂર્નામેન્ટમાં ડાન્સ કરતી જોવા મળી હતી.અરજીમાં કહેવામાં આવ્યું છે કે યુદ્ધ છતાં સ્વિટ્ઝર્લેન્ડ પુતિન સરકારની એક સહયોગીની યજમાની કરવાનું ચાલુ રાખે છે. એવા અહેવાલો વચ્ચે આ અરજી કરાઈ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અલિનાને યુક્રેનના યુદ્ધ વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડ મોકલવામાં આવી છે.

અલિના 7 વર્ષથી વધુ સમયથી રશિયન સરકાર સમર્થિત નેશનલ મીડિયા ગ્રુપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રમુખ પણ રહી છે. આ ડેઇલી મેલના જણાવ્યા અનુસાર, તેને દર વર્ષે લગભગ 8 મિલિયન યુરોનું વેતન પણ મળી રહ્યું છે.

અલિના ભાગ્યે જ જાહેર સ્થળોએ જોવા મળે છે. તે છેલ્લે ડિસેમ્બર 2021માં મોસ્કોમાં ડિવાઇન ગ્રેસ રિદમિક જિમ્નેસ્ટિક્સ ટૂર્નામેન્ટમાં ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે 2004 ઓલિમ્પિકમાં, રિદમિક જિમ્નાસ્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ધ ગાર્ડિયન જેવાં અનેક અખબારોએ દાવો કર્યો છે કે અલિના પુતિનની ગર્લફ્રેન્ડ છે. જોકે પુતિને ક્યારેય જાહેરમાં આ વાતનો સ્વીકાર કર્યો નથી.

અલિનાની પુતિન સાથે નિકટતાના અને બાળકોના સમાચાર અવારનવાર મીડિયામાં આવે છે. અલિના એક રશિયન રાજનેતા, મીડિયા-મેનેજર અને નિવૃત્ત રિદમિક જિમ્નાસ્ટ છે. અલિનાને અત્યારસુધીની સૌથી સફળ જિમ્નેસ્ટ્સમાંની એક માનવામાં આવે છે. તેણે પોતાની કારકિર્દીમાં 2 ઓલિમ્પિક મેડલ, 14 વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 21 યુરોપિયન ચેમ્પિયનશિપ મેડલ જીત્યા હતા.

પુતિનના અનેક મહિલાઓ સાથે સંબંધો હોવાના અહેવાલ છે. તેમાં ગોલ્ડ મેડલ જિમ્નાસ્ટ અલિના કાબેવાનું નામ સૌપ્રથમ આવે છે. અફવા છે કે પુતિનની ગર્લફ્રેન્ડ અલિના કાબેવાની સાથે તેની ત્રીજી પુત્રી પણ છે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રશિયન મીડિયાએ 18 વર્ષની એલિઝાબેથ ક્રિવોનોગીખને પુતિનની સિક્રેટ પુત્રી હોવાનું જણાવ્યું છે.

પુતિનની સિક્રેટ પુત્રી વિશે બ્રિટનની બ્રેડફોર્ડ યુનિવર્સિટીના વિઝ્યુઅલ કમ્પ્યુટિંગ સેન્ટરના ડિરેક્ટર પ્રો. હસન ઉગૈલે કહ્યું હતું કે પુતિન અને તેમની કથિત પુત્રીનો ચહેરો એટલો વધુ મળતો આવે છે કે કોઈપણ બંનેને પિતા-પુત્રી કહેવાનો ઈનકાર નહીં કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *