આવનાર સાત દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા ગુજરાતમાં દરેક જિલ્લામાં આવશે ગાજવીજ સાથે વરસાદ - khabarilallive    

આવનાર સાત દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા ગુજરાતમાં દરેક જિલ્લામાં આવશે ગાજવીજ સાથે વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ આવ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે.

આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે સારા વરસાદની આગાહી છે. 17થી 22 જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે.ગુજરાતમાં હાલ ચોમાસું નવસારી સુધી પહોંચ્યુ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ભીમ અગિયારસ છે. સામાન્ય રીતે આ અગિયારસના દિવસે ગુજરાતના ખેડૂતો વાવણીના શ્રીગણેશ કરતા હોય છે.

ત્યારે હજી તમામ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો નથી. ચાલુ વર્ષે ગીરમાં ભીમ અગિયારસ આવી જવા છતાં ચોમાસાનો વરસાદ ન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે ક્યારે વરસાદ આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, જણાવ્યા પ્રમાણે, મંગળવારે (18મી જૂન) દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ તથા કચ્છમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહીમાં જણાવ્યુ છે કે, 19 અને 20મી જૂનના રોજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.જેમા અરાવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ અને કચ્છના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.

આ સાથે હવામાન વિભાગે આ બે દિવસોમાં વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 21મી તારીખે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા અરાવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ સાથે પાંચમા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા,દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 22મી જૂનના રોજ (શનિવાર) દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ,નવસારી વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવમાં વરસાદની આગાહી કરવવામાં આવી છે.

આ સાથે સાતમા દિવસે એટલે 23મી જૂનના રોજ (રવિવાર) અરાવલી, ખેડા, આણંદ, અમદાવાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જુનાગઢ ,અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, દીવ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચોમાસા અંગે તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં વરસાદ હજી નવસારી સુધી આવ્યો છે. આ જે વરસાદ છે તે સાયક્લોનિક સરક્યુલેશન નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને કચ્છના સંબંધિત ભાગોમાં બનેલું છે. જેના કારણે હાલ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *