તૈયાર થઈ જાવ અંબાલાલ પટેલની ગુજરાતને લઈને કરી સૌથી મોટી આગાહી આ જિલ્લાઓમાં મેઘરાજા આંધી તોફાન સાથે કરશે તાંડવ - khabarilallive    

તૈયાર થઈ જાવ અંબાલાલ પટેલની ગુજરાતને લઈને કરી સૌથી મોટી આગાહી આ જિલ્લાઓમાં મેઘરાજા આંધી તોફાન સાથે કરશે તાંડવ

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે. રવિવારે દરિયા કિનારાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ સાથે આજે પણ રાજ્યના મહત્તમ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી 19મી તારીખ સુધીમાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે તેવી આગાહી કરી છે. તો આની અસર ગુજરાતનાં હવામાન પર કેવી થશે તે અંગે પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે તે જોઇએ.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ થવાને કારણે આજે ચોમાસાની ગતિને વેગ મળી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનતા હવે ધીમે ધીમે નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે.

17થી (આજથી) 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે. 17થી 22 જૂનમાં ભારે આંચાકાનો પવન ફૂંકાશે. આ સાથે દક્ષિણ ગોળાર્ધમાંથી પૂર્વ આફ્રિકાથી અરબ સાગર પરથી તેજ પવન ફૂંકાશે. આ ભારે પવનના કારણે ઝાડની ડાળીઓ વળી જશે, કાચા મકાનના પતરા ઉડી જશે એટલે પવનની ગતિનો સપાટો જબરો હશે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે. 17થી 19 જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે. તો 17થી 22 જૂન દરમિયાન તેજ પવન ફૂંકાશે.તેમણે જણાવ્યું કે, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 28 જૂન સુધીમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે.

આ સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ થવાની શકયતા છે. ખેડૂતોને હાશકારો થાય તેવી આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 20થી 28 જૂન દરમિયાન સારો અને વાવણી લાયક વરસાદ થશે.

આ સાથે તેમણે ગુજરાતના વરસાદ અંગે જણાવ્યુ કે, 28 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના ભાગમાં સારો વરસાદ થવાની શકયતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં તો અતિભારે વરસાદ થવાની શકયતા રહેશે. 20થી 28 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થશે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ થશે. ગુજરાતના મોટાભાગમાં વરસાદ આદ્રા નક્ષત્રના ભાગમાં વરસાદ થશે. 20થી આ વહન જબરૂં હશે અને 20થી 28માં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં નિરનિરંતર વરસાદ થશે

18 જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

19 જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.20 અને 21 જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, 20 જૂનમાં અરબ સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન બનશે આ સાથે બંગાળના ઉપસાગમાં પણ ડીપ ડિપ્રેશન બનશે. જેનો ભેજ મધ્ય પ્રદેશ સુધી પહોંચશે અને અરબ સમુદ્રનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા પર ભારે વરસાદી સિસ્ટમ બનશે. મધ્યપ્રદેશ, મુંબઈ મહારાષ્ટ્ર ભારે વરસાદ થઇ શકે છે.

21મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથેવડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.

22મી તારીખે જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *