વરસાદના આગમન પછી અનેક જિલ્લાઓ જળબંબોળ જુઓ હજી આટલા દિવસની આગાહીમાં ક્યાં જિલ્લામાં પડશે વરસાદ - khabarilallive    

વરસાદના આગમન પછી અનેક જિલ્લાઓ જળબંબોળ જુઓ હજી આટલા દિવસની આગાહીમાં ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે (16મી જૂન) વહેલી સવારથી પોરબંદર જિલ્લાના બરડા અને ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ઘણું નુકસાન થયું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજકોટ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, વલસાડ, સુરત, આણંદ, મોરબી, જામનગર અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (16મી જૂન) કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

17મી જૂનના રોજ અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

18મી જૂનના રોજ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની શક્યતા છે.

19મી જૂનના રોજ ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યના વિવિધ ભાગોમાં છુટોછવાયો વરસાદ પડશે. પરંતુ 17મીથી 22મી જૂન દરમિયાન જે વરસાદ પડશે તે ભારે પવન સાથે હશે. જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનોના છાપરા ઉડી જવાની પણ શક્યતા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *