અંબાલાલની ખેડૂતો માટે ખાસ આગાહી આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં ચોમાસાનો રંગ જામશે - khabarilallive    

અંબાલાલની ખેડૂતો માટે ખાસ આગાહી આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં ચોમાસાનો રંગ જામશે

રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે બપોર બાદ રાજ્યના ઘણા ખરા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો હતો. જેમાં ખાસ કરીને, અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અહીં લગભગ ત્રણ કલાકમાં અંદાજીત ત્રણ ઈંટ જેટલો વરસાદ ખાબક્યો છે.

જેના લીધે ઠેર-ઠેર પાણી ભરાયા છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના લીધે વરસાદી પાણીથી ખેતરો છલકાયા છે. અમરેલીના મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, લાપાળીયા, દેવળીયા, રાજસ્થળી, સોનારીયા, ઓળિયા સહિતના ગામોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે.

અહીં ત્રણ કલાકમાં અંદાજીત ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે થઇ છે અને ખેતરોમાં પાણી ભરાયા છે. બીજી બાજુ, વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ છે. સાથે જ ભારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીમાં રાહત મળી છે.

નોંધનીય છે કે, આવતીકાલે 16 તારીખે પણ વરસાદની આગાહી છે. 16 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વરસાદ ખાબક્યો છે.

ખંભાળિયામાં બે કલાકમાં સવા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રામનાથ રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. પ્રથમ વરસાદમાં જ ખંભાળિયા નગરપાલિકા કામગીરી પર પ્રશ્નો થઇ રહ્યા છે. પ્રિમોન્સુન કામગીરીના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે.

શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. ખંભાળિયા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે. અહીં અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું છે. સોનીબજાર, લુહાર શાળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને કારણે અહીંના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. જ્યારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આજે 16મી તારીખે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાને બાદ કરતાં તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *