અંબાલાલની આગાહી અરબ સાગરમાં થયું મોટું દબાણ આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા - khabarilallive    

અંબાલાલની આગાહી અરબ સાગરમાં થયું મોટું દબાણ આ રાજ્યોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

દક્ષિણ-પશ્ચિમી પવન ધીમા થતાં ચોમાસું નબળું પડ્યું-અંબાલાલ પટેલ
ચોમાસાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમી પવન ધીમા થતા ચોમાસુ નબળું પડ્યું છે. તેમજ અરબ સાગરની શાખા નબળી પડતાં ચોમાસા પર અસર થઈ છે.તા. 17 થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવું દબાણ સર્જાશે.

તેમજ તા. 17 થી 19 જૂન વચ્ચે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.19 થી 21 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ તા. 22 થી 25 જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે.ગુજરાતનાં મોટા ભાગનાં વિસ્તારોમાં મધ્મયથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડશે. 11 થી 13 જુલાઈ વચ્ચે રાજ્યનાં કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.. સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય 7 તાલુકાઓમાં 1 MM થી 6 MM સુધીનો વરસાદ નોંધાયો છે.

આજે પણ રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ચૂક્યો છે. હવામાન વિભાગે બુધવારે કરેલી આગાહી પ્રમાણે આજે ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી.

રાજ્યમાં અમરેલી, ભાવનગર તથા દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો છે, પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ માટે રાહ જોવી પડે તેવી સંભાવના છે.ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જોકે, રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદની આગાહી હાલ કરવામાં આવી નથી. આગામી 2-3 દિવસ સુધી વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં વરસાદ પડશે. આ વિસ્તારોમાં વરસાદ છૂટો-છવાયો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *