૧૮ જિલ્લામાં ગાજવીજ સાથે મેઘરાજા કરશે એન્ટ્રી બફારામાં મળશે રાહત થશે જોરદાર વરસાદ
ગુજરાતમાં છેલ્લા થોડાં દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર, આજે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની શક્યતા છે.
આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા તથા સૌરાષ્ટ્રના જુનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ 11 જૂનના રોજ નીચે જણાવેલ જિલ્લામાં વરસાદ થઈ શકે છે.
સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.હવામાન વિભાગના જણાવ્યુ અનુસાર, આજે મંગળવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાંચ તાલુકામાંથી એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદાના તિલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા અને સોનગઢમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે તો અમદાવાદમાં પણ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં પ્રિ-મોન્સુન અંતર્ગત બદલાયેલા હવામાનને કારણે સતત બીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ (70 મીમી) પાણી વરસી ગયું હતું. જ્યારે ચાર તાલુકાઓમાં 1.25 થી 1.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.