ખેડૂતો તૈયાર છે ને બધું મેઘરાજા ગમે તારે કરી શકે છે પધરામણી આ જિલ્લાઓને હાઈ એલર્ટ પર - khabarilallive    

ખેડૂતો તૈયાર છે ને બધું મેઘરાજા ગમે તારે કરી શકે છે પધરામણી આ જિલ્લાઓને હાઈ એલર્ટ પર

રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી થોડી રાહત મળી હતી. રવિવારે અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, ભરૂચ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

તો ભરૂચના તવરા નજીક વાવાઝોડા સાથે વરસાદના કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી જેમા ત્રણ લોકોના મોત નીપજ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે ગુજરાતના 14 જિલ્લામાં મધ્યથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થઇ શકે છે.

વીજળીના કડાકા ભડાકા સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આજે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી આપી છે.

જેમા તેમણે જણાવ્યુ છે કે, વલસાડ, અમરેલી, ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધી ત્રણ જિલ્લામાં વરસાદની શક્યતા છે.રવિવારે 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બાબરામાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ત્રબોડાની નદીમાં જીપ તણાઇ ગઇ હતી.

ભરૂચના તવરા નજીક વાવાઝોડા સાથે વરસાદના કારણે રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર બે યુવકોના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા. આ ગોઝારી ઘટનામાં ચારથી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા છે. તો વડોદરાના કોટા ગામમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયું છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 11મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 12મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *