ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી આવી સામે ક્યાં દિવસે કયા જિલ્લામાં પડશે વરસાદ જાણો તમારા જિલ્લામાં મેઘરાજા ક્યારે કરશે આગમન - khabarilallive    

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી આવી સામે ક્યાં દિવસે કયા જિલ્લામાં પડશે વરસાદ જાણો તમારા જિલ્લામાં મેઘરાજા ક્યારે કરશે આગમન

રાજ્યના મોટાભાગના વિસ્તારોમા કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળતી દેખાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.

અમદાવાદ હવામાન વિભાગે 04-06-2024ના રોજ સાંજે જાહેર કરેલા બુલેટીનમાં સાત દિવસના ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ અને દીવ, દમણ,દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં જેમા મુખ્યત્વે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમકે અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જીલ્લામાં એટલે કે ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં જેમકે અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી; સૌરાષ્ટ્રના જીલ્લામાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે.

દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં, દમણમાં, દાદરા નગર હવેલી; ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં એટલે કે અરવલ્લી આ સાથે પંચમહાલ, દાહોદ અને મહિસાગર; સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. પ્રદેશના બાકીના જિલ્લાઓમાં શુષ્ક હવામાનની સંભાવના છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *