આવતા સપ્તાહ કેવા વળાંક લેશે હવામાન ક્યાં પડશે વરસાદ સૌરાષ્ટ્ર માં બનેલી સિસ્ટમ કેવો વરસાદ લાવશે
રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. બફારા વચ્ચે પવન ફૂંકાતા થોડી રાહત જરૂર મળી રહી છે. બીજી બાજુ, દેશમાં ચોમાસાએ દસ્તક દેતા ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, તેની રાહ જોવાઇ રહી છે. જોકે, ગુજરાત સુધી ચોમાસું પહોંચે તે પહેલા રાજ્યના હવામાનમાં કેવા-કેવા ફેરફાર થશે? તે જાણવા જરૂરી છે.
આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહીમાં આવનારા દિવસમાં રાજ્યનું તાપમાન, પ્રી-મોન્સૂન એક્ટિવિટી, પવનની ગતિ, વરસાદ વગેરે અંગે માહિતી આપવામાં આવી છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાન અંગે માહિતી આપતાં જણાવ્યું કે, આવતા અઠવાડિયાથી અનુમાન છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઇ જશે.
જેના કારણે ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં વાદળ પણ જોવા મળશે.તેમણે જણાવ્યું કે, આગામી બે દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં 20થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. જે બાદ ત્રીજા, ચોથા અને પાંચમા દિવસે પવનની ગતિ વધી શકે છે. જેમાં પવનની ગતિ 30થી 35 કિલોમીટર રહી શકે છે.
રાજ્યમાં તાપમાન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આવનાર અઠવાડિયામાં તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. આવનારા 5 દિવસમાં અમુક જગ્યાએ તાપમાન 1થી 2 ડિગ્રી વધશે.બીજી બાજુ, રાજ્યમાં વરસાદની સંભાવના અંગે માહિતી આપતાં અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, હાલ ગુજરાતમાં વરસાદની કોઇ સંભાવના દેખાતી નથી.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં એક સિસ્ટમ બની છે. જેના કારણે અમુક જગ્યાએ ખૂબ હળવો વરસાદ જોવા મળી શકે છે.રાજ્યમાં હાલમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ છે. જે 1થી 2 ડિગ્રી જેટલો ઘટ્યો છે. જેના પરિણામે રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે. રાતે ઠંડા પવનનોને કારણે વાતાવરણ પલટાતા લોકોને રાહત અનુભવાઈ છે.
હવામાન વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી, અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42.7 ડિગ્રી, રાજકોટમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.4 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 40.3 ડિગ્ર, ડીસામાં 40 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ હાલમાં ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવિટી સાથે આંધી-વંટોળનુ પ્રમાણ વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે. વળી, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ધૂળની આંધી-વંટોળ આવી શકે છે.