દક્ષિણ ગુજરાતમાં આવશે ભારે વરસાદ રોહિણી નક્ષત્રમાં ધૂળની આંધી સાથે વરસાદ વાવણીની તારીખ આવી સામે - khabarilallive    

દક્ષિણ ગુજરાતમાં આવશે ભારે વરસાદ રોહિણી નક્ષત્રમાં ધૂળની આંધી સાથે વરસાદ વાવણીની તારીખ આવી સામે

કેરળમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થય ગયું છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન ક્યારે થશે અને જૂન મહિનામાં કેવો વરસાદ પડી શકે તે અંગે અંબાલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, હાલ ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે અને આંઘી વંટોળનુ પ્રમાણ વધુ રહેશે.

ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઘુળની આંધી, વંટોળની શક્યતા છે.અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જુન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ, આંઘી વંટોળ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પડવાની સંભાવના છે.

જોકે ચોમાસા પૂર્વ આવી ગતિવિધિ થતી હોય છે. આંધી પછી વરસાદ પડતો હોય છે. રોહિણી નક્ષત્રમાં જ્યાં જ્યાં વરસાદ થાય છે ત્યાં પૂર્ણ વરસાદ પડતો હોય છે તેવું માનવામા આવે છે.હવામાન નિષ્ણાતે અંબાલાલે કહ્યું કે, પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ થાશે, અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની સંભાવના રહેલી છે.

8 જૂન આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. ચોમાસાની ગતિવિધિ જોર પકડે તેવી પણ શકયતા રહેલી છે. 14 જૂન પછી અરબ સાગરમાં પણ લો પ્રેશર બને અને વાવાઝોડુ બનવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. જેના કારણે પણ સારો વરસાદ આવવાની આગાહી છે
બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી અને ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઝારખંડ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં પણ 10 જૂને ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે.ત્યારે આ મુદ્દે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે, આજથી દેશમાં નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે કેરેલમાં ચોમાસુ વહેલુ શરૂ થયું છે એટેલે ગુજરાતમાં પણ વહેલું ચોમાસુ આવશે તેવી આગાહી કરવામાં આવી છે.

પરંતુ સામાન્ય કરતા એક દિવસ વહેલું એટલે કે, ગુજરાતમાં 14 જૂને ચોમાસું આવવાની શક્યતા છે.વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીથી ચોમાસાના પ્રારંભ થઈ શકે છે. 14 થી 25 જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા છે. 14 થી 25 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે.

14 થી 25 જૂન સુધીમાં 2 થી 3 તબક્કામાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 5 થી 8 પ્રિમોન્સૂનના ભાગ રૂપે વરસાદી ઝપટા પડી શકે અને આ વખતે સમાન્ય કરતા વહેલુ ચોમાસુ આવી શકે છે. વધુમાં કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં 98 થી 108 ટકા વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *