ગુજરાતમાં આ ચાર જિલ્લામાં આવી શકે છે ધૂળનું વાવાઝોડું રેમલથી બચી ગયા પણ શું આ તોફાન મચાવશે તબાહી
રાજ્યના ચાર જિલ્લામાં ધુળની આંધીની આગાહી કરી છે. આગામી 3 દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગરમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી છે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પર થી પવન આવતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેથી પવનની ગતિ 25 થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે.
ગુજરાતભરમાં અંબાલાલે મોટી આગાહી કરી છે કે ચોમાચાની શરૂઆતમાં જ સારો વરસાદ પડશે અને વરસાદ પણ વહેલો આવશે. 4 જૂન સુધીમાં વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આવી જશે. તેમના જણાવ્યા મુજબ આંધી-વંટોળ સાથે પ્રી-મોનસૂનનો વરસાદ પડવાની શક્યતા રહેશે.
અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના હવામાનમાં પણ અસર જોવા મળી રહી છે. રાજ્ય હવામાન વિભાગે અરબ સાગર કિનારાના જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરેલું છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી છે. માછીમારોને નજીકના બંદરો પર બોટ લાંગરી દેવાની સૂચના પણ આપવામાં આવેલી છે.
રાજ્ય હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારોમાં 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે. વલસાડના 70 કિમીના 34 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહી છે. ત્યારે એક ચોંકાવનારા ખબર એ છે કે, આ વર્ષે જૂન મહિનામાં હીટવેવની શક્યતા છે.
જૂન મહિનામાં હીટવેવના દિવસો મે કરતા વધારે રહેશે. જુન મહિનામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે. મે મહિના કરતા પણ જૂનમાં વધુ ગરમી પડવાની આગાહી છે. જૂન મહિનામાં સામાન્ય રીતે 3 દિવસ હીટવેવ રહે છે, આ વખતે છ દિવસ હીટવેવ રહેવાની શક્યતા છે.
જૂન મહિનામાં રાત્રે પણ તાપમાન વધારે રહેતા ગરમીનો અનુભવ થશે. 30 મે બાદ 3 થી 4 દિવસ માટે ગરમી ઘટી શકે છે, કારણ કે આ દિવસોમાં વરસાદની આગાહી છે. પરંતું ત્યાર બાદ જૂનમાં ફરીથી ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
દક્ષિણ ગુજરાતના વલસાડના તિથલ બીચ ઉપર તો પવન ફૂંકાવવાની શક્યતાના પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચેતવણી સ્વરૂપે બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના વહીવટી તંત્રએ 2 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. હવામાન ખાતાએ રાજ્યમાં કચ્છ, પાટણ, બનાસકાંઠામાં ડસ્ટ સ્ટોર્મ એટલેકે ધૂળના તોફાનની પણ આગાહી કરી છે.
સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. રાજ્યના તાપમાનની વાત કરીએ તો હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 43થી 44 ડિગ્રી આસપાસ રહી શકે છે. 4 જૂન સુધી બહુ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન ખાતાએ આગાહી કરેલી છે કે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસું બેસવાની શક્યતા છે.
અંબાલાલના જણાવ્યા મુજબ વડોદરા, નડિયાદ, આણંદ, ધંધુકા, ભાવનગર, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ઉપરાંત જંબુસર, પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, ધોળકા કચ્છમાં ગાજવીજ સાથે પ્રી-મોનસૂનની એક્ટિવિટી જોવા મળશે. આ વખતે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે તેઓના કહેવા મુજબ આ વર્ષે ચોમાસું 31 મેના રોજ કેરળમાં આવી શકે છે. આમ એક દિવસ વહેલું ચોમાસું કેરળમાં આવશે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું આવતું હોય છે.