જૂન મહિનામાં ધડબડાટી બોલાવશે વરસાદ આ જિલ્લાઓમાં રહેશે વાદળછાયું વાતાવરણ તો આ જગ્યાએ પડશે વરસાદ - khabarilallive    

જૂન મહિનામાં ધડબડાટી બોલાવશે વરસાદ આ જિલ્લાઓમાં રહેશે વાદળછાયું વાતાવરણ તો આ જગ્યાએ પડશે વરસાદ

ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી વધુ તાપમાન અને વધુ પડતાં ભેજના કારણે અસહ્ય ઉકળાટવાળી ગરમી અનુભવાઇ હતી. દિવસભર પરસેવે રેબઝેબ કરતાં ઉકળાટના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહી શકે છે. આ સાથે 11 કિમી કરતાં વધુની ઝડપે પવન ફૂંકાઇ છે. જેને લઇ દિવસના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ઉત્તર ગુજરાતમાં પ્રતિ કલાકે 12 કિલોમીટરની ઝડપે ભેજવાળો પવન ફૂંકાયો હતો. જેને લઇ દિવસનું તાપમાન આંશિક ઘટ્યું હતું. તેમ છતાં ઉત્તર ગુજરાતના મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો 40.2 થી 41.8 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. મહેસાણામાં 41.7 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. અસહ્ય ઉકળાટભરી આ ગરમીમાં રહીશો ગરમીમાં શેકાયા હતા.

ગત સપ્તાહમા ગરમીએ રાડ પડાવી દીધા બાદ તેની સીધી અસર શાકભાજીના પાક પર થઇ છે. ઉતારો ઘટી જતાં બજારમાં આવક ઘટી ગઈ છે અને ઉનાળામાં વપરાતા ભીંડા, ગુવાર, દૂધી,ચોળી સહિતના શાકભાજીમાં દોઢ ગણાથી વધુ ભાવ વધારો થઈ ગયો છે. ઉનાળામા ઓછા વપરાતાં રીંગણના ભાવ પણ લગભગ બમણા સાથે મોંઘવારી પણ લોકોને દજાડી રહી છે.

મે મહિનાના ઉતરાર્ધમાં આઠ દિવસ સુધી 44 થી 46 ડિગ્રીના હીટવેવને પગલે શાકભાજીનો ઉતારો પણ ઘટી ગયો છે. સામાન્ય રીતે ઉનાળામાં ભીંડા, ગુવાર, દૂધી, ચોળી, કારેલા જેવા શાકભાજીનો મહત્તમ વપરાશ થાય છે અને લીંબુંનુ સેવન પણ વધી જાય છે.

પરંતુ સતત એક સપ્તાહના હીટવેવને પગલે ખેતરમાં શાકભાજીના ઉભા પાક પર બેઠેલ કળીઓ અને ફૂલોને ભારે નુકસાન થતાં પાકનો ઉતારો ઘટી ગયો છે. જેને પગલે હોલસેલ બજારમાં આવક ઘટી ગઈ છે અને ભાવમાં ઉછાળો આવ્યો છે.

જૂન માસની શરૂઆત થઇ ગઇ છે. ચોમાસું નજીક આવી રહ્યું છે. હજુ ગરમી પડવાનું ઓછું થયું નથી. લોકો આજે પણ બફારાનો અનુભાવ કરી રહ્યાં છે. જૂન માસમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. તરઘડિયા હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં તારીખ 1 જૂનનાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લામાં તારીખ 1 જૂનનાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.દ્વારકા જિલ્લામાં તારીખ 1 જૂનનાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *