વરસાદ આવશે પણ વાવણી કરવી કે નઈ ખેડૂત માટે અંબાલાલ પટેલ કહી દીધી મોટી વાત - khabarilallive    

વરસાદ આવશે પણ વાવણી કરવી કે નઈ ખેડૂત માટે અંબાલાલ પટેલ કહી દીધી મોટી વાત

ચોમાસું ભારતમાં કેરળના કિનારે પહોંચી ગયું છે. IMD- ભારતના હવામાન વિભાગે આની જાહેરાત કરી છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનો વરસાદ 1લી જૂનથી શરૂ થાય છે. પરંતુ હવામાન વિભાગે તે 30 મેના રોજ પહોંચવાની અપેક્ષા રાખી હતી.ચોમાસાની ગતિ (મોન્સૂન અપડેટ) વધી હોવાનું જાણવા મળે છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ સહિત દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ ઉત્તર ભારતમાં પણ હીટવેવથી રાહત મળવાની છે.ગરમીથી આંશિક રાહત વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાના શરુ થઈ ગયા છે. તેવામાં જો તો પ્રી મોનસુન વરસાદ થાય તો આ વખતે તમારે વાવણી કરી દેવી જોઈએ કે નહીં?

પ્રી મોનસુન વરસાદ બાદ ચોમાસાનો વિધિવત વરસાદ ક્યારે આવશે? શું પ્રી મોનસુન વરસાદમાં વાવણી કરવાથી વધુ લાભ મળશે? ખેડૂતોને મુંઝવતા આવા દરેક જુદા જુદા પ્રશ્નોના જવાબ પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા છે. આવો જાણીએ તેમણે ખેડૂતો માટે કામની કઈ સલાહ આપી.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી બાદ હવે આંશિક રાહત મળશે.

પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે તેમજ અનેક વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવે ધીરે ધીરે આંધી વંટોળનું પ્રમાણ વધતું જોવા મળશે અને સાથે સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે.આ વરસાદી ઝાપટા જો વાવણી યોગ્ય વરસાદ પાડી જાય તો પણ તેને પ્રી મોનસુન એક્ટિવિટી જ કહેવામાં આવશે અને આ સમય દરમિયાન ખેડૂતોએ વાવણી કરવી કે નહીં તે વિશે અંબાલાલ પટેલે ખૂબ જ સ્પષ્ટ વાત કરી દીધી છે.

30 મેથી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે. આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને જે ત્યાર બાદ 4 જુન સુધી ચાલુ રહેશે. આ રીતે ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યાર બાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે.

જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.જો કે ગુજરાતમાં ચોમાસુ 15 જુન બાદ શરુ થતુ હોય છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ સમય કરતા વહેલુ બેસી જશે. અને સારો વરસાદ થવાનુ પણ અનુમાન છે. 31 મે 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આહવા ડાંગ સુરત , સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.

તેમજ ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે.તેવામાં અંબાલાલ પટેલે જણાવ્યુ કે ખેડુતો સામાન્ય રીતે ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે. જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે. એટલે 4 જૂન સુધીમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે.

અને ત્યાર બાદ 7 થી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે. પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે. જેના કારણે ભેજ ઉડી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *