આ તારીખે ગુજરાતમાં થશે પહેલો વરસાદ આ જગ્યાએ રેમલે વર્તાવ્યો કહેર અંબાલાલની નવી આગાહી - khabarilallive    

આ તારીખે ગુજરાતમાં થશે પહેલો વરસાદ આ જગ્યાએ રેમલે વર્તાવ્યો કહેર અંબાલાલની નવી આગાહી

28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે.

આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. સુરત, નવસારી, વલસાડમાં 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકી, ઘરમાં પણ ધૂળ આવતા ગૃહિણીઓ પરેશાન થઈ છે. અન્ય વિસ્તારોમાં પણ ૨૫થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે.

તમામ ઝોન વિભાગના અધિકારી સાથે સંકલન કરવામાં આવશે. મામલદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. ટીમને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ધૂળની આંધીને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. આ ધૂળની આંધીને કારણે દક્ષિણ ગુજરાતના કેરી સહિતના ઉભા પાકને નુકશાન જવાની ભીતિ છે.

આંધી-વંટોળ સાથે વરસાદની ગતિવિધિની આગાહી અંબાલાલ પટેલે અગાઉથી કરી છે. ચક્રવાત જો ઓમાન તરફ ન ફંટાય તો સાગરના મધ્યમાં રહે તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં, પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે.

ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું. ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે.

અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 28 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.

રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે. તેને કારણે ભારતમાં 6 અને બાંગ્લાદેશમાં 10 લોકોના મોત નિપજ્યાં છે. વાવાઝોડાની અસરને પગલે આસામ, મેઘાલય, ત્રિપુરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.આજે 30 મેથી ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. દેશમાં સૌથી પહેલા કેરળમાં ચોમાસું આવ્યું છે. કેરળમા ચોમાસાનું આગમન થઈ ગયું છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધશે. કેરળ સહિત દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં ચોમાસાનું આગમન થયું છે. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં વહેલા વરસાદના આગમનથી લોકોમાં હરખની હેલી છે.

પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો છે. ત્યારે હવે આ વાવાઝોડાએ વરસાદની પેટર્ન જ બદલી નાંખી છે. દેશમાં વહેલુ ચોમાસું આવવાનું છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુનના પહેલા સપ્તાહમાં વરસાદની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *