વાતાવરણમાં વધ્યું ભેજનું પ્રમાણ ગરમીમાં મળી રાહત આ જગ્યાએ ધૂળની આંધી સાથે આવી શકે છે વરસાદ - khabarilallive    

વાતાવરણમાં વધ્યું ભેજનું પ્રમાણ ગરમીમાં મળી રાહત આ જગ્યાએ ધૂળની આંધી સાથે આવી શકે છે વરસાદ

પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો ભારે ઉકળાટનો અનુભવ કરી રહ્યાં છે. પ્રિ-મોન્સૂનની એક્ટિવિટીના કારણે તાપમાનમાં ઘટાડો થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં તાપમાન ઘટ્યું છે. તરઘડિયા હવામાન કેન્દ્રી આગાહી મુજબ અમરેલી જિલ્લામાં તારીખ 30 મેના મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લામાં તારીખ 30 મેનાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.દ્વારકા જિલ્લામાં તારીખ 30 મેનાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.

જામનગર જિલ્લામાં તારીખ 30 મેના મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 30 મેના મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ વાતાવરણ સૂકુ, ગરમ અને મધ્યમ વાદળછાયુ રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળોના કારણે મોટાભાગનો દિવસ રાહતવાળો રહ્યો હતો. વધુ પડતાં ભેજના કારણે બપોરે અસહ્ય ઉકળાટનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે પણ ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહી શકે છે. જેને લઇ ઉકળાટ અનુભવાઇ શકે છે.

બીજી બાજુ, આગામી બે દિવસ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 25 થી 30 કિલોમીટરની ઝડપે અસામાન્ય પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઇ આ બંને જિલ્લામાં ધૂળની આંધી ફૂંકાવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે.ઉત્તર ગુજરાતના મેહસાણામાં ગરમીનો પારો 38.5 ડિગ્રી સતત બીજા દિવસે નોંધાયું હતું અને ઉત્તર ગુજરાતમાં કલાકે 15 કિમી ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ ગરમી અઢી ડિગ્રી સુધી ઘટી હતી. મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 38 થી 39.3 ડિગ્રીની વચ્ચે રહેતાં કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી હતી. મહેસાણામાં 38.5 ડિગ્રી ગરમી નોંધાઇ હતી.

ભારતીય હવામાન વિભાગે આગામી જૂન મહિનાની સાથે જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશમાં ચોમાસાની સ્થિતિ અંગે લાંબાગાળાનું અનુમાન જાહેર કર્યું હતું. જે મુજબ ઉત્તર ગુજરાતની સ્થિતિ જોઇએ તો, આગામી જૂન મહિનામાં બે દિવસ હીટવેવનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ મહેસાણા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રિ-મોન્સૂનનો વરસાદ સારા પ્રમાણમાં રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *