અંબાલાલે આપી આગાહી ૨૬ મે થી ૪ જૂન વરસાદ જ વરસાદ તાપમાન પણ વધશે અને આવશે વાવાઝોડું - khabarilallive    

અંબાલાલે આપી આગાહી ૨૬ મે થી ૪ જૂન વરસાદ જ વરસાદ તાપમાન પણ વધશે અને આવશે વાવાઝોડું

લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે. આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હવે ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. 26 મેથી ગરમીમાંથી રાહત મળશે.

મહત્તમ તાપમાન ઘટીને 41 ડિગ્રી થઇ જશે. 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. આંધી વંટોળનુ પ્રમાણ વધુ જોવા મળશે. હાલ તો 4 જૂન સુધીમાં વાદળછાયા વાતાવરણ સાથે ગુજરાતના અમુક ભાગમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આ દરમિયાન આંચકાના પવન વધુ ફુકાશે.અંબાલાલ પટેલે એમ પણ કહ્યું છે કે, 8 જૂનથી દરિયામાં પવનમાં ફેરફાર આવશે.

મેના અંતમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે. હવે ધીરે ધીરે ચોમાસું આગળ ગુજરાત તરફ વધશે. 7થી 14 જુન સુધીમાં ચોમાસું ગુજરાતમાં બેસી જવાની શક્યતા છે. ગુજરાતમાં સમય કરતા વહેલું ચોમાસું બેસવાનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. 14થી 28 જૂનમાં વરસાદ પડવાની પણ આગાહી કરી છે.આ સાથે અંબાલાલે જણાવ્યુ કે, આંધી વંટોળ અને ગાજવીજનુ પ્રમાણ વધુ જોવા મળશે.

જુલાઈ ઓગસ્ટમાં પણ સારો વરસાદ પડશે. જોકે ચોમાસું આગળ વધી રહ્યુ છે. આ સાથે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થઇ રહ્યુ છે. વાવાઝોડાની અસર તટ વિસ્તારમાં જોવા મળશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનુ અનુમાન છે કે, આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાતમાં 26 મેથી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે. અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 26થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે.

અમદાવાદમાં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે. 26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે.આજથી 26 મે સુધીમાં બંગાળની ખાડીમાં ચક્રવાતની અસર રહેશે.

આજથી દક્ષિણ-પશ્ચિમી તટો પર ભારે વરસાદ રહેશે. તે વખતે પવનની ગતિ 100 કિ.મી પર રહેવાની શક્યતા છે. ગુજરાતમાં ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે. પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદમાં છૂટોછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, સુરત, આહવા, વલસાડ, ડાંગ, ગીર સોમનાથમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે. પવન અને ગાજવીજ સાથે 22 જૂનથી વરસાદ રહેશે.

આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બંગાળની ખાડીમાં વિકસતું આ વાવાઝોડું 25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં ભારે અસર પડશે.આ જિલ્લાઓમાં 25મીથી 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને 26મીએ પવનની ઝડપ 80થી 100 કિલોમીટરની વચ્ચે રહેશે.

આવી સ્થિતિમાં વ્યાપક નુકસાન થવાની આશંકા છે. આ સિવાય હવામાન વિભાગ દ્વારા કોલકાતા, હાવડા, નાદિયા અને ઝારગ્રામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26મીએ બાંગ્લાદેશમાં લેન્ડફોલ થયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં 27મી સુધી ભારે વરસાદ અને તેજ પવન ચાલુ રહેશે.તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે પ્રી-મોનસૂન અને ચોમાસા દરમિયાન હિંદ મહાસાગરમાં તોફાનો આવે છે.

વાવાઝોડા અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડી ઉપર બને છે. આ વર્ષે, પ્રિ-મોન્સૂન દરમિયાન એટલે કે એપ્રિલ અને જૂનની વચ્ચે (ભારતમાં ચોમાસું મજબૂત ન થાય ત્યાં સુધી) વાવાઝોડાની શક્યતા ઓછી હતી. જો કે આ વખતે ચોમાસામાં ભારે તોફાન આવવાના છે. ગયા વર્ષે 2023 માં બંગાળની ખાડી પર અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન ‘મોચા’ આવ્યું હતું.

લાંબી દરિયાઈ મુસાફરી પછી, વાવાઝોડું મ્યાનમાર તરફ આગળ વધ્યું અને 14 મે 2023 ના રોજ સિત્તવે નજીક દરિયાકાંઠાને ટકરાયું હતું.આ વખતે એપ્રિલ મહિનામાં કોઈ વાવાઝોડું આવ્યું નથી અને આ વર્ષનું પ્રથમ પ્રિ-મોન્સુન તોફાન મે મહિનામાં આવી રહ્યું છે. જો કે, પ્રિ-મોન્સુન તોફાનો એપ્રિલ કરતાં મે મહિનામાં વધુ વખત આવે છે અને તેમની સંખ્યા અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *