હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં આવ્યું રેમલ વાવાઝોડું ઘણા રાજ્યમાં થશે અસર - khabarilallive    

હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં આવ્યું રેમલ વાવાઝોડું ઘણા રાજ્યમાં થશે અસર

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા બંગાળીની ખાડીમાં સક્રિય થતી સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે. તેના પગલે દેશમાં વાતાવરણ કેવુ રહેશે તે જાણીશું. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશરની સ્થિતિ સર્જાઈ છે. આ પ્રદેશ પર સાયક્લોનિક સરક્યુલેશનની રચનાને કારણે મોસમની પ્રથમ પ્રિ-મોન્સુન સિસ્ટમ ઉભરી આવી છે.

બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું બનવાનું નક્કી છે. બંગાળની ખાડીમાં ગંભીર વાવાઝોડું બની શકે છે. વાવાઝોડું બનવાનું હવામાન વિભાગનું અનુમાન છે. કાલે સાંજે 5.30 કલાકે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. શનિવારે બપોર સુધીમાં વાવાઝોડું સિસ્ટમ બની શકે છે. રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે. વાવાઝોડાની ગતિ 117km આસપાસ રહી શકે છે.

બંગાળની ખાડી પર બનેલું આ નીચા દબાણનું ક્ષેત્ર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી શકે છે. આ પછી આગામી 36-48 કલાકમાં વધુ સંગઠિત થવાની અને ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની સંભાવના છે.આ વર્ષનું પ્રથમ ચક્રવાત પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયું છે. ચક્રવાત શુક્રવારે વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. લો પ્રેશર તાકાતમાં વધશે અને શનિવારે ચક્રવાત બનશે.

ડીપ ડિપ્રેશન રચી શકે છે:
આ સમયે બંગાળની ખાડી પર આ સિસ્ટમની સ્થિતિ ખૂબ જ અસામાન્ય છે. સામાન્ય રીતે, મે મહિનામાં, દક્ષિણ આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીના દક્ષિણપૂર્વ ભાગમાં પ્રિ-મોન્સુન સિસ્ટમ રચાય છે. જો કે, પર્યાવરણીય પરિસ્થિતિઓ નીચા દબાણવાળા વિસ્તારના પ્રવેગની તરફેણ કરે છે.

એવી શક્યતા છે કે આ સિસ્ટમ 24 મેના રોજ મધ્ય બંગાળની ખાડીના ખુલ્લા ભાગમાં ડિપ્રેશન/ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. તે જ સમયે, હવામાન પરિસ્થિતિઓ અને આબોહવા નીચા દબાણની તીવ્રતાને ટેકો આપે છે. જે 25 મેના રોજ અથવા તેની આસપાસ સંભવિત ચક્રવાત બની શકે છે.

“રેમલ” વાવાઝોડુ બની શકે છે ?
આ હવામાન પ્રણાલી આગામી 48 કલાકમાં ભારતીય દરિયાકાંઠાથી દૂર ખસી જવાની શક્યતા છે. વાવાઝોડા તરીકે તે જમીનની નજીક હશે અને તેથી તેની તીવ્રતા વધારવાની તક નહીં મળે. પરંતુ,વાવાઝોડામાં પણ 60 થી 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે.

એટલા માટે ભારે વરસાદ સાથે નુકસાનની શક્યતા ખતરનાક બની જાય છે. આ વાવાઝોડું મ્યાનમાર-બાંગ્લાદેશ સરહદ તરફ આગળ વધે તેવી સંભાવના છે. જો તે ચક્રવાત બનાવે છે, તો તે ઓમાન દ્વારા સૂચવવામાં આવેલા ‘રેમલ’ નામથી ઓળખાશે. ભારત પર આ ખતરો ક્યાં સુધી રહેશે એ પણ હવામાન વિભાગે જણાવ્યુ છે.

48 કલાક વધારે ભારે: દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં ખૂબ જ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયુ છે. જે આવતીકાલે ડિપ્રેશનમાં ફેરવાશે. હવામાન વિભાગ અનુસાર 24મેએ વહેલી સવારે ડીપ્રેશનમાં લો પ્રેશર ફેરવાઈ શકે છે. 25મેએ વાવાઝોડું સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. દરિયામાં હાલ ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિસામાં ભારે વરસાદ પણ વરસી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *