અંબાલાલ પટેલની તોફાની વરસાદની આગાહી આ તારીખથી ધડબડાટી બોલાવશે વરસાદ
ગુજરાતમાં હાલ વૈશાખમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર, હાલ ગુજરાતમાં 17 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી છે.
જે બાદ રાજ્યમાં ગરમીના પ્રમાણ ફરીથી વધારો થવાની શક્યતા છે.ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની નવી આગાહી કરી છે. જેમા તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 16 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે 17 તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી વ્યકત કરી છે.
આજે ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાવાની શક્યતા છે. પરંતુ બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાના ભાગોમાં એટલે કે કહી શકાય કે, રાજસ્થાનથી લઇને અરબ સાગરના ઉભા પટ્ટામાં વરસાદની તીવ્રતામાં વધારો નોંધાઈ શકે છે.
ગુજરાતના હવામાન અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, હજુ પણ આગામી 16 તારીખ સુધીમાં પ્રી મોનસુન એકિટવીટી થવાની શક્યતા છે.ગુજરાતના ઘણા વિસત્રોમા વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાત 19 તારીખ સુધીમાં પ્રી મોનસુન એક્ટિવિટી થવાની છે. આંધી વંટોળનું પ્રમાણ ઘણું જોવા મળી શકે છે. 17 તારીખ પછી આકરી ગરમી પડી શકે છે.
મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી થવાની શક્યતા છે. ઉતર ગુજરાતના વિસ્તારોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. બનાસકાંઠા, ડીસા, કાંકરેજ, પાલનપુર, રાધનપુર સહિત આંધી વંટોળનુ પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ જોવા મળી શકે છે. 30થી 40 કીમીના આંચકાનો પવન ફુંકાઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, મે મહિનાના અંતમાં પણ પ્રી મોનસુન એક્ટિવીટી થવાની શક્યતા છે. 24 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં થવાની શક્તા છે. 16 મે પછી બંગાળના ઉપસાગરમાં લગભગ 24 મે સુધીમા અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેલી છે.આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું બેસી શકે છે.
મે મહિના અંતમાં અને જૂનની શરુઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા છે. પશ્ચિમ મહાસાગર અન્ય મહાસાગરો કરતા ગરમ જોવા મળશે. જેના કારણે ચક્રવાત સક્રિય થવાની શક્યતા રહેલી છે. મૃગશિર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે. ચોમાસાનો શરુઆતનો વરસાદ પણ ભારે આંધી વંટોળ સાથે રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવા આવી છે.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદ અંગેની નવી આગાહી કરી છે. જેમા તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 16 તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે 17 તારીખથી ભયંકર ગરમીની પણ આગાહી વ્યકત કરી છે.