અંબાજીમાં કરા સાથે વરસાદ ભરાયા જોરદાર પાણી ૯ જિલ્લા માં ભારે વરસાદની આગાહી - khabarilallive    

અંબાજીમાં કરા સાથે વરસાદ ભરાયા જોરદાર પાણી ૯ જિલ્લા માં ભારે વરસાદની આગાહી

છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદ પડ્યો છે. અહીં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો છે. અંબાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે લોકો કરા વીણતાં નજરે પડ્યા હતા. બીજી બાજુ, માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે. કમોસમી વરસાદથી કેરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

અંબાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્તાં પાણી ભરાઇ ગયા છે.અંબાજી પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે લોકો કરા વીણતાં નજરે પડ્યા હતા.બીજી બાજુ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં કરા સાથે વરસાદ પડ્યો છે. રામપરા, ટીંબા, વાઘેલા, માળોદ‌માં માવઠું થયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ માવઠું થયું છે.

કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે તો માવઠાના મારથી ખેડૂતો ચિંતિત છે. ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે.ડાંગમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. આહવા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેતીમાં નુક્શાનની ભીતિ છે.

રાજ્યના હવામાનની વાત કરીએ તો, હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રાજ્યમાં આજે અને આવતીકાલે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. આ સાથે હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગે જણાવ્યુ છે કે, એમપીના મધ્યભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. આજે અને આવતીકાલે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.

જે પછી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે.આ સાથે તેમણે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની આગાહી કરી છે. આજે વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે. આજે પવનની ગતિ 30થી 40 કલાક પ્રતિ કિમીની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *