ગુજરાતમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જરી કર્યું જિલ્લાઓનું લીસ્ટ - khabarilallive    

ગુજરાતમાં આવતી કાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જરી કર્યું જિલ્લાઓનું લીસ્ટ

ગુજરાતમાં સોમવારે અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠેર-ઠેર ભારે પવન સાથે વરસાદ તો ક્યાંક કરા વૃષ્ટિ થઈ હતી. આ વચ્ચે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદથી રાહતની નહીં મળે. હવામાન વિભાગ દ્વારા હજુ 3 દિવસ સુધી ભારો પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને 10 જિલ્લાઓમાં આજે વરસાદનું સંકટ છે.

14થી 16 મેએ ક્યાં ક્યાં વરસાદની આગાહી?
14 મેના રોજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ તથા દીવમાં ગાજવીજ સાથે છૂટા છવાયા સ્થળોએ વરસાદ પડી શતે છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

15 મેના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં, ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. 16 મેના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

40થી 50KM ઝડપે પવન ફૂંકાશે
ઉત્તર પશ્ચિમ-મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સુરેન્દ્રનગર, ગાંધીનગર અને દાહોદમાં 1-1 મોત વીજળી પડતા થયા. ઉપરાંત 247 જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

હવામાન નિષ્ણાંતોએ પણ કરી વરસાદની આગાહી
તો બીજી તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. જેમાં 14થી 16 મે સુધી રાજ્યમાં 1થી દોઢ ઈંચ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો અંબાલાલ પટેલે પણ 10થી 14 મે વચ્ચે રાજ્યમાં આંધી-વંટોળ સાથે માવઠાની આગાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *