યુક્રેનના પીએમ જેલેન્સકીએ ફરિ લાઈવ કરી આખરી લલકાર યુદ્ધના 26 મા દિવસે મોટી આગાહી - khabarilallive    

યુક્રેનના પીએમ જેલેન્સકીએ ફરિ લાઈવ કરી આખરી લલકાર યુદ્ધના 26 મા દિવસે મોટી આગાહી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સમગ્ર વિશ્વ હાલમાં બે અલગ-અલગ ભાગમાં વહેંચાયેલું છે. મોટાભાગના દેશો રશિયા સામે ઉભા રહીને યુક્રેનને સમર્થન આપી રહ્યા છે. તેથી રશિયા કોઈની પણ પરવા કર્યા વિના યુક્રેન પર તેના હુમલાઓ તેજ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં રવિવારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો 25મો દિવસ પણ પસાર થઈ ગયો છે.

જો કે બંને દેશો વચ્ચે ઘણી વખત સમજૂતીને લઈને શાંતિ મંત્રણા થઈ છે, પરંતુ બધી નિરર્થક સાબિત થઈ છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા માટે તૈયાર છે.

એક તરફ જ્યાં રશિયા તેના ઘાતક હથિયારોથ યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે, તે શહેરોમાં તબાહી મચાવી રહ્યું છે, તો બીજી તરફ રશિયાની સામે યુક્રેનનો જુસ્સો પણ ઉંચો છે. 25 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં યુક્રેને દાવો કર્યો છે કે આ યુદ્ધમાં રશિયાને ઘણું નુકસાન થયું છે.

યુક્રેને રવિવારે સવારે દાવો કર્યો હતો કે યુદ્ધમાં લગભગ 14,700 રશિયન સૈનિકો માર્યા ગયા છે. જો કે, રશિયન સેનાના હુમલા પહેલાથી જ તેજ થઈ ગયા છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત માટે તૈયાર છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે હું પુતિન સાથે મંત્રણા માટે તૈયાર છું, પરંતુ જો તેઓ નિષ્ફળ જશે તો તેનો અર્થ ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે, એમ ધ કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલમાં જણાવાયું છે. ઝેલેન્સકીનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયન હુમલાઓ સતત ચાલુ છે. જો કે ઝેલેન્સ્કીએ આવું પહેલીવાર નથી કહ્યું, ઝેલેન્સકીએ અગાઉ પુતિનને યુદ્ધ રોકવા માટે ટેબલ પર સીધી વાતચીત કરવાની અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *