હવામાન વિભાગની મોટી આગાહી ઉપર મોહર મારી અંબાલાલે જોરદાર પવન સાથે ફૂંકાશે વરસાદ આ જિલ્લામાં - khabarilallive    

હવામાન વિભાગની મોટી આગાહી ઉપર મોહર મારી અંબાલાલે જોરદાર પવન સાથે ફૂંકાશે વરસાદ આ જિલ્લામાં

રાજ્યભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેના કારણે થઇને અનેક વિસ્તારમાં જોરદાર પવન ફુંકાયો સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો. જેના કારણે થઇને વાતાવરણમાં ઠંડક તો જોવા મળી હતી, પરંતુ ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું છે. આજે વહેલી સવારની વાત કરીએ તો હવામાન ખાતાના જણાવ્યા મુજબ છોટા ઉદેપુરના કવાંટ, દાહોદ, સાબરકાંઠાના ઈડર અને દાહોદના ઝાલોદમાં કમોસમી વરસાદ પડ્યો છે. ચાલો જાણીએ હવામાન વિભાગ દ્વારા હવામાનને લઇને કયા પ્રકારની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યના અનેક વિસ્તારમાં તારીખ 17 સુધીમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, નવસારી અને વલસાડ સહિતની જિલ્લાઓનો સમાવાશે થાય છે.

હવામાન વિભાગની આજની આગાહી
આજે 14 મેના રોજ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઇ શકે છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની આવતીકાલની આગાહી
15 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની 16 તારીખની આગાહી
16 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની 17 તારીખની આગાહી
17 મેના રોજ કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ શું કહી ચૂક્યા છે
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આ વખતે 7થી 14 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે, અને સારા પ્રમાણમાં વરસાદ પણ પડશે. તારીખ 14 મેમાં ઉત્તર મધ્ય ગુજરાતના કચ્છના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 7મી જૂને દરિયામાં પવન બદલાશે એટલે 7થી 14 જૂન સુધીમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે.

શરૂઆતનો વરસાદ આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેલી છે. આ વખતે આંધીનું પ્રમાણ ઘણું વધુ રહેવાની શક્યતા છે. અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં ચક્રવાતો સર્જાવવાની શક્યતા છે. તારીખ 16થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપૂમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *