અંબાલાલ ની આગાહી સાથે 16 તારીખ સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તાંડવ - khabarilallive    

અંબાલાલ ની આગાહી સાથે 16 તારીખ સુધી ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા કરશે તાંડવ

રાજ્યમાં ભરઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે પ્રમાણે જ રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે બપોર બાદ રાજ્યના ડાંગ વિસ્તારનું હવામાન પલટાયું હતું અને ડાંગના સાપુતારામાં કરા સાથે વરસાદ પડ્યો છે. કાઝઝાળ ગરમીમાં વરસાદ પડતાં લોકોને રાહત મળી છે, જ્યારે ખેડૂતોની ચિંતા વધી છે.

સાપુતારામાં કરા સાથે વરસાદ પડ્યો છે. સાપુતારા, શામગહાન સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. કાળઝાળ ગરમી વરસાદથી રાહત મળી છે. કરા સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા વધી છે.ઉનાળા વેકેશનમાં સાપુતારા ફરવા ગયેલા પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. વરસાદ પડતાં સહેલાણીઓ ખુશ થયા છે.

વરસાદની આગાહીના પગલે સાપુતારા, શામગહાન સહિત આસપાસના વિસ્તારમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો છે.કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી છે.રાજ્યના વાતાવરણમાં આજથી પલટો આવ્યો છે. આગાહી મુજબ આગામી 2 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ રહેશે.

વરસાદી અસરને પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, કેટલાક સ્થળે ગાજવીજ સાથે તો કેટલાક સ્થળે છુટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા છે. રવિવારના રોજ હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરાના કરજણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો.

જેમા શિનોરના સાધલી, દિવેર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે કમોસમી વરસાદ પડ્યો. આ તરફ ડાંગના સાપુતારા, સામગાહાન સહિત આસપાસના વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો. જો કે પ્રવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળી અને ઠંડકની અનુભૂતિ થઈ હયી.

તો બીજી તરફ કેરીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના અંતરિયાળ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. ગ્રામ્યમાં સરીબાર, કોકમ અને મોહબી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ તરફ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો, લીમડી, કારઠ, દેપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસતા ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાના વાદળો ઘેરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *