આગામી ૪ દિવસ ગુજરાતમાં ૨૪ થી વધારે જિલ્લામાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી ગાજવીજ સાથે પડશે વરસાદ જાણો હવામાન વિભાગની આગાહી - khabarilallive    

આગામી ૪ દિવસ ગુજરાતમાં ૨૪ થી વધારે જિલ્લામાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી ગાજવીજ સાથે પડશે વરસાદ જાણો હવામાન વિભાગની આગાહી

રાજ્યમા હાલ વૈશાખ મહિનામાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. અરેબિયન સી તથા સાઉથ રાજસ્થાનમાં વરસાદની બે સિસ્ટમ સક્રિયા છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે સપ્તાહની શરૂઆતમાં જ 26 જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.રવિવારે બપોર બાદ નર્મદાના હવામાનમાં પલટો આવ્યો હતો. નર્મદાના ડેડિયાપાડામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સરીબાર, કોકમ અને મોહબીમાં વરસાદ પાડ્યો છે.

વરસાદથી અસહ્ય ઉકળાટમાં રાહત મળી છે. આ સાથે દાહોદના લીમડી નગરમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ પડ્યો છે. ધૂળના વંટોળ સાથે વરસાદી માહોલ છવાયો છે. ગરમી બાદ અચાનક વાતાવરણ પલટાયું હતુ. આ ઉપરાંત સાપુતારામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે રવિવારે બપોરે કરેલી આગાહમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. તાપમાન અંગે વાત કરતા તેમણે જણાવ્યુ તે, આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની આગાહી નથી.હવામાન વિભાગે આપેલી માહિતીમાં આજે 13મી તારીખ માટે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે આ સાથે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

14મી તારીખે એટલે મંગળવારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ જિલ્લાઓના થોડા વિસ્તારોમાં વરસાદની આગાહી આપનામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, બોટાદસ અમરેલી, ગીરસોમનાથના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

આ ઉપરાંતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી.15મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીરસોમનાખથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે.

16મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી આપવામાં આવી છે. 17મી તારીખે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીરસોમનાથ, અમરેલી, દીવના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *