અંબાલાલ પટેલની આગાહી આ વર્ષે ચોમાસુ રહેશે ૧૦૦ ટકા આ દિવસથી ગુજરાતમાં ધામા નાખશે વરસાદ
ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ ભયંકર ગરમીમાં રાહત મળશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આજથી લઈને 14 મે સુધી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરુ થશે જેમાં રાજ્યના અનેક જીલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ દરમિયાન આંધી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરુ થશે. ત્યારે આ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.
આ સાથે 15 મે બાદ આકરી ગરમી પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે એક તરફ ગરમીમાં 4 દિવસ થોડી રાહત રહેશે તો બીજી તરફ 15 તારીખથી ફરી ગરમીનું મોજુ ફરી વળશે. ત્યારે આ તરફ ચોમાસું વહેલુ આવાની પણ શક્યતાઓ છે.
11થી 14 મે દરમિયાન રાજયમાં ગાજવીજ સાથે વરસાદની પડવાની આગાહી કરવામાં આવી. આ સાથે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો પવન ભારે ગતિથી ફૂંકાશે.. અમદાવાદ,બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં અનેક ભાગોમાં 106 ટકા વરસાદ જોવા મળશે. તેમજ ગુજરાતમાં સરેરાશ 700 મિલી મીટર કરતા વધારે વરસાદ થશે. મે ના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે. તેમજ બંગાળના ઉપસાગરમાં 16 મે થી હલચલ જોવા મળશે. તેમજ 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુ સુધી ચોમાસું પહોંચી જશે.
અખાત્રીજને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતભાઈઓ જે છે તે અખાત્રીજનાં દિવસે ખેતરમાં પોતાની જમીનમાં મુર્હત જોતા હોય છે. તેમજ ખેડૂતો જમીન માતા તેમજ પશુઓની પૂજા કરતા હોય છે. ત્યારે હવે આ તમામ બાબતો વિસરાઈ ગઈ છે.
આમ છતાં અખાત્રીજનાં દિવસે પવન જોવાની પરંપરા છે. આ વખતે અખાત્રીજનાં પવનમાં નૈઋત્યનાં પવન મળ્યા છે. જેથી ચોમાસુ વહેલુ આવવાની શક્યતા છે. અને રોહિણી નક્ષત્રમાં પણ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે.