અખાત્રીજ પર અંબાલાલના આવી ગયા મોટા સમાચાર ગુજરાતમાં ૭ તારીખથી બેશી જશે ચોમાસું - khabarilallive    

અખાત્રીજ પર અંબાલાલના આવી ગયા મોટા સમાચાર ગુજરાતમાં ૭ તારીખથી બેશી જશે ચોમાસું

અંબાલાલ પટેલે જણાવ્યું કે, “ઉત્તર ભારતમાં ખતરનાક પ્રિમોનસૂન એક્ટિવિટી થશે. ભારે ગાજવીજ અને આંધી વંટોળ સાથે પ્રિમોનસૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. તારીખ 15થી 20 મે દરમિયાન આકરી ગરમી પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્ત્મ ઉષ્ણતામાન 44 ડિગ્રીને પાર થશે. મધ્ય ગુજરાતમાં 43-44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના ભાગોમાં 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો જેમાં રાજકોટ, મોરબી, હળવદ, ધ્રાંગધ્રા અને મોરબીમાં પણ આકરી ગરમી પડશે. રોહિણી નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.”

આજે અખાત્રીજના દિવસે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, આ વખતે 7થી 14 જૂન દરમિયાન ચોમાસું બેસી જશે. આ વર્ષે સારો વરસાદ થશે જેથી ખેડૂતો સારી વાવણી કરી શકશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, “મે માસમાં સામાન્ય રીતે પ્રિમોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. આ વખતે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે પવન અને ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. તારીખ 11થી 14 મેમાં ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે.”

અંબાલાલ પટેલે જણાવ્યું કે, “અખાત્રીજે નૈઋત્યનો પવન હોવાથી ચોમાસું વહેલું આવવાની શક્યતા છે. સૂર્યના મૃગશીષ નક્ષત્રમાં વરસાદની શક્યતા રહે. એટલે જૂન મહિનાની શરૂઆતમાં 7મી જૂને દરિયામાં પવન બદલાશે એટલે 7થી 14 જૂન સુધીમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે. શરૂઆતનો વરસાદ આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેલી છે.

આ વખતે આંધીનું પ્રમાણ ઘણું વધુ રહેવાની શક્યતા છે. પ્રશાંત મહાસાગર ગરમ રહેવાથી અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં ચક્રવાતો સર્જાવવાની શક્યતા છે. તારીખ 16થી 24 મેમાં આંદમાન નિકોબાર ટાપૂમાં ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના તટ પર ભારે હલચલ જોવા મળશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *