મે મહિનામાં આ તારીખે છત્રી લઈને જ ફરજો અંબાલાલે કરી દીધી વરસાદની આગાહી ક્યારે બેસશે ચોમાસુ - khabarilallive    

મે મહિનામાં આ તારીખે છત્રી લઈને જ ફરજો અંબાલાલે કરી દીધી વરસાદની આગાહી ક્યારે બેસશે ચોમાસુ

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ વારંવાર ચોમાસાને લઈને આગાહી કરતા હોય છે. ત્યારે તેમણે વર્ષ 2024 ની આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું બેસી જવાની આગાહી છે.કેરળમાં ચોમાસુ બેસી જાય ત્યાર પછી મુંબઈ અને ત્યાર પછી ગુજરાતમાં 8થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની તેમણે આગાહી કરી છે.

સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસાનો વરસાદ થતો હોય છે. જોકે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આ વર્ષે 8 થી 14 તારીખ વચ્ચે ચોમાસુ ગુજરાતમાં આવી જવાની આગાહી છે.તેમણે વધારે આગાહીમાં જણાવ્યું છે હતું કે 17 જૂન પછી ભારે આંધી વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી છે.

તે પછીનો મહિનો એટલે કે જુલાઈ મહિનામાં દેશના ઘણા ભાગમાં પૂર આવવાની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે.5 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધીમાં દેશના ઘણા ભાગોમાં પૂરજેવી સ્થિતિ આવશે અને નર્મદાનું જળ પણ વધશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે.

4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *