ભણવાની ઉંમરમાં અમદાવાદની 17 વર્ષની છોકરીએ એવો ધંધો કર્યો ચાલુ કે પોલીસ પણ જોઈને ચોંકી ગઈ
અમદાવાદના કોઇ પણ ખૂણે દારૂ આસાનીથી મળી જાય છે તેની પાછળ પોલીસની ભ્રષ્ટ નીતિ સંડોવાયેલી છે. કેટલાક કેસોમાં પોલીસે વિદેશી દારૂના બુટલેગરથી લઇને દેશી દારૂનો ધંધો કરતા બુટલેગર્સને પકડી પાડ્યા છે ત્યારે ભણવાની ઉમરે એક સગીરાને રૂપિયા કમાવવાની એવી લત લાગી ગઇ કે તે ખુદ એક બુટલેગર બની ગઇ છે. પોલીસે સગીરાને દારૂની બોટલો સાથે ઝડપી પાડી.
ઝોન-પ સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે ઓઢવના આદિનાથનગર પાસે દારૂની હેરાફેરી કરનાર ગાડી લઈને પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસ ઓઢવના આદિનાથનગર પહોંચી હતી ત્યારે અલ્ટો કાર પાસે એક સગીરા ઊભી હતી.
પોલીસ પાસે બાતમી એવી હતી કે દારૂની હેરફેર કરવામાં એક યુવતી પણ સંકળાયેલી છે. પોલીસ જ્યારે તે સ્થળે પહોંચી ત્યારે અલ્ટો કાર પાસે એક સગીરા ઊભી હતી અને તે દારૂને સગેવગે કરતી હતી. પોલીસે તરત જ તેની અટકાયત કરી લીધી હતી.
પોલીસને કારમાંથી દારૂની ૩ર બોટલ મળી આવી. સગીરાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેની ઉમર ૧૭ વર્ષની છે અને તે જે મકાનમાં ઘરઘાટી તરીકે કામ કરે છે તેના તમામ સભ્ય દારૂનો ધંધો કરે છે.
દારુ વેચનારના ઘરમાં જ ઘરઘાટી હતી સગીરા
ત્યાર બાદ સગીરાની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે ગીતાબા સોલંકી તથા તેમની દીકરી ઝીલ સોલંકી તથા ભાઈ નિસર્ગ ઉર્ફે ભગો દારૂનો જથ્થો લાવ્યાં હતાં. સગીરા ગીતાબાના મકાનમાં જ ઘરઘાટી તરીકે નોકરી કરે છે .
તથા સગીરા દારૂના જથ્થાનું ધ્યાન રાખવાનું તેમજ છૂટક વેચાણનું પણ કામ કરતી હતી. પોલીસે સગીરા સામે કાર્યવાહી કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
દારુના વેચાણમાંથી સગીરાને ભાગ મળતો
પોલીસે આ મામલે વધુ તપાસ કરતા સામે આવ્યું કે સગીરાને ઘરઘાટી તરીકેનો પગાર આપવામાં આવતો હતો આ ઉપરાંત દારુના વેચાણમાંથી પણ કેટલોક ભાગ આપાવમાં આવતો હતો. આવા શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે સગીરા દારૂનો ધંધો શરતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. હાલમાં ડીસીપી ઝોન-5ની કાર્યવાહી બાદ ઓઢવ પોલીસે માતા તેમજ પુત્ર અને પુત્રીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.