ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસુ જાણો ક્યારથી મેઘરાજા વરસાવશે વરસાદ તૈયાર થઈ જાઓ ખેડૂતો વાવણી કરવા
કાળઝાળ ગરમી વચ્ચે ચોમસું ક્યારે બેસશે અને કેવું રહેશે? તેના અનુમાનની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગ, ખાનગી એજન્સી, હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈ અનુમાન જાહેર કરાયા છે. જેમા હવામાન વિભાગનું અનુમાન છે કે, દેશનાં ચોમાસા દરમિયાન 106 ટકા વરસાદ થશે અથવા 5 ટકા ઓછો વધુ વરસાદ થઇ શકે છે.
જ્યારે હવામાન નિષ્ણાતોનું અનુમાન છે કે ચાલુ વર્ષે લાનીનોની અસરના કારણે ચોમાસું સારું રહેશે. જોકે, ચોમસાનું આગમન ક્યારે થશે, તેના અનુમાનને લઈ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું છે કે, એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશે અને મે મહિનામાં આંધી વંટોળ સાથે પ્રી-મોનસુન એક્ટિવિટી થશે.
જો કે બંગાળના ઉપસાગરમાં 10થી 14 મે વચ્ચે ચક્રવાત સર્જવાની શક્યતા રહેશે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષનું ચોમાસું લાનીનોની અસરના કારણે સારું રહેશે. ચોમાસું સારું રહેવા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પરંતુ તેમાનું એક પરિબળ છે લાનીનો. ચોમાસું અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરુઆત થતી હોય છે.
ત્યારે અંદમાન નિકોબારમાં 17થી 24 મે વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. ત્યાર બાદ કેરળમાં ચોમાસું 1 જૂન પહેલા બેસવાનું અનુમાન છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે. કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ અને ત્યાર બાદ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગમાંથી ચોમાસાનું આગમન થતું હોય છે.
ત્યારે ગુજરાતમાં 8થી 14 જૂન વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે. સામાન્ય રીત ગુજરાતમાં 15 જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે.17 જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે 5 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પુર જેવી સ્થિતિ રહેશે. આ અરસામાં નર્મદા નદીનું જળ સ્થર વધશે. સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પાણની આવક વધશે.