અંબાલાલ ની નવી આગાહી આ તારીખ થી આવશે વરસાદ ભયંકર ગરમી વચ્ચે હવામાન બદલાશે થશે વરસાદ મોસમ વિભાગની પણ નવી આગાહી - khabarilallive    

અંબાલાલ ની નવી આગાહી આ તારીખ થી આવશે વરસાદ ભયંકર ગરમી વચ્ચે હવામાન બદલાશે થશે વરસાદ મોસમ વિભાગની પણ નવી આગાહી

ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરો ઉનાળાથી લોકો પરેશાન થયા છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં બરફવર્ષાથી સુંદરતા ખીલી ઉઠી છે. જમ્મુ કશ્મીર અને ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં સ્નોફોલોને કારણે જનજીવનને અસર થઈ છે. ગુજરાત સંલગ્ન મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ સક્રિય થતા ગરમીથી રાહત મળી છે.

અમદાવાદનું મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરનું મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોઁધાયું છે. અમરેલીમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને કેશોદમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ વચ્ચે રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી છે. મધ્ય-દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. તો સુરત, તાપીમાં કમોસમી વરસાદ પડી શકે છે.

એક તરફ ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં આકરી ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. જમ્મૂ કશ્મીર અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં સતત બરફવર્ષા થઈ રહી છે. કશ્મીર ઘાટીના બાંદીપોરાની ગુરેઝ વેલીમાં બરફવર્ષા થતા જનજીવન ઠપ થઈ ગયુ છે. બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે. અને આખો પર્વત જાણે બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. તો આ તરફ ઉત્તરાખંડના ચમૌલીના કેટલાક વિસ્તારોમાં પણ બરફ વર્ષા થઈ રહી છે.

અંબાલાલ પટેલે 28, 29 એપ્રિલે મધ્ય ગુજરાતનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા દર્શાવી છે. તો ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઈડર, અમરેલી, જૂનાગઢમાં પણ ગરમી વધુ રહેશે. 29 એપ્રિલથી ફરીથી ગુજરાતમાં વરસાદનો દોર આવશે. 29 એપ્રિલથી વાદળવાયુ અને ગુજરાતનાં કેટલાક ભાગોમાં હળવો વરસાદ પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે રહેવાની શક્યતા છે.

તેમણે કહ્યું કે, મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. 4-5-6 મે થી ગુજરાતમાં પુનઃગરમી આવશે. આ દિવસોમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન પણ થવાનું છે. આ બાદ 10 થી 14 મે વચ્ચે પ્રિમોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતા છે. તેના બાદ 20 મેથી ફરીથી ગરમી વધશે. આ બાદ ફરીથી 24-25 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેશે. જેમાં 24 મેથી 4 જુન વચ્ચે આંધીવંટોળ સાથે વરસાદ રહેશે.

જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

વાતાવરણમાં પલટા વચ્ચે ગરમીથી આંશિક રાહત થઈ છે. રાજ્યના 20 કરતા વધુ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. માત્ર 4 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.2, રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુરેન્દ્રનગર 40.3, કેશોદમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પાછલા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ 4 mm વરસાદ નર્મદામાં નોંધાયો છે. પ્રિમોન્સૂન વરસાદ જેમાં મધ્યપ્રદેશ અને ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય થતા વરસાદનો માહોલ જોવા મળ્યો છે. હજી પણ દક્ષિણ-મધ્ય ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે. વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં પણ આંશિક ઘટાડો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *