આવનારા પાંચ દિવસ ગુજરાતમાં રહેશે આવું વાતાવરણ શું વરસાદ જોવા મળી શકે છે? જાણો કેવો રહેશે તમારા જિલ્લાનો હાલ - khabarilallive    

આવનારા પાંચ દિવસ ગુજરાતમાં રહેશે આવું વાતાવરણ શું વરસાદ જોવા મળી શકે છે? જાણો કેવો રહેશે તમારા જિલ્લાનો હાલ

રવિવારે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને થોડી રાહત રહી હતી. હાલ ગુજરાતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ ફરીથી ગરમીનું જોર વધવાની શક્યતા દર્શાવામાં આવી છે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, ચોમાસાના પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખ્ખો રહેવો જોઈએ, તેના બદલે એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે, હાલ રાજ્યમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે.

ગુજરાતમાં બે દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. તાપમાન યથાવત રહેશે જ્યારે બે દિવસ બાદ ફરીથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનું જોર વધશે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર -કચ્છ અને દીવ દમણ, દાદરા નગર હવેલી સહિત આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ તાપમાન શુષ્ક રહેશે.

હાલ કોઇ પ્રકારની વોર્નિંગનું અનુમાન નથી. આગામી પાંચ દિવસ કે વરસાદ પડવાની કોઇ શક્યતા નથી.આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રવિવારે અમદાવાદમાં 37.7 ડિગ્રી અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન 39 ડિગ્રીની આસપાસ પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

રવિવારે ગરમી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રવિવારે સવારે જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદને કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ડાંગમાં વરસાદી સામાન્ય ઝાપટું પડ્યું હતુ.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, ચોમાસાના પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનો ચોખ્ખો રહેવો જોઈએ, તેના બદલે એક પછી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. દેશના ઉતરિય પર્વતિય વિસ્તારમાં બરફ વર્ષા થવી જોઈએ નહી, ગંગા જમનાના મદાનો તપવા જોઈએ.

ગંગા જમનાના મેદાનો તપે અને પૂર્વ આફ્રિકાથી ચીનના ભાગો સુધી હવામાન સાનુકૂળ રહે તો વરસાદ આવી શકે છે. હાલની સિસ્ટમ જોતા ગરમી પડવી જોઈએ તેવી પડી નથી એટલે વરસાદની ગણતરી કરવી વિહંગાવલોકન રહેશે.આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે.

અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *