ભૂરિયો બ્રહ્મચારી નામના આ કૂતરાંએ એવું કામ કર્યું હતું કે તેની અંતિમ યાત્રામાં કડીનું આ ગામ ઉમટી પડ્યું
કડી પાસેના કરણનગર ગામના વડીપાટી વાસમાં ભુરિયા બહ્મચારી નામના શેરીના શ્વાનનું કુદરતી મોત નીપજ્યું હતું. જેથી ગ્રામજનોના પ્રિય એવા આ સાતેક વર્ષના શ્વાનની કરણનગરવાસીઓએ અંતિમવિધી કરી હતી.
ઉપરાંત આ શ્વાનનું આજે રવિવારે બેસણું રાખવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગામ ઊમટ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ તમામ બાબતો પરથી કરણનગરના લોકોની આ ભુરિયા બ્રહ્મચારી શ્વાન પ્રત્યેની અનોખી પ્રીતિ છતી થઈ હતી.
શ્વાનનું આજે રવિવારે બેસણું રાખવામાં આવ્યું હતું.કુદરતી મોત થતાં શ્વાનની કરણનગરવાસીઓએ અંતિમવિધી કરી હતી. ગામની મહિલાઓએ રામધુન સાથે શ્રદ્ધાંજલિ આપી ઉલ્લેખનીય છે કે આજે રવિવારે આ ભુરિયા બ્રહ્મચારી નામના શ્વાનનું બેસણું ભગવાન શ્રી કૃષ્ણની તસ્વીર સાથે રાખવામાં આવ્યું હતું.
જેમાં તેને પુષ્પાંજલિ અર્પણ કરી ગામની મહિલાઓએ રામધુન સાથે શ્રદ્ધાંજલિ આપી હતી. નોંધનીય છે કે આ શ્વાન કરણનગરના વડીપાટી વાસમાં તમામને પ્રિય હતો. ઉપરાંત તેની સાથે ગામના તમામ લોકોની લાગણીઓ જોડાયેલી હતી. આ શ્વાન ક્યારેય ગામના કે બહારગામના મહેમાનો સામે ઘુરકિયા કરીને ભસ્યો નહોતો. ઉપરાંત એણે કદી કોઈને બચકા નથી ભર્યા કે તે કોઈને કરડ્યો પણ નથી.
શ્વાનનું બારમું અને અન્ય તમામ ક્રિયાઓ પણ કરવામાં આવશે.ગામની મહિલાઓએ રામધુન સાથે શ્રદ્ધાંજલિ આપી.શ્વાનની બારમા સહિતની ક્રિયાઓ પણ કરવામાં આવશે. રણનગર ગામના વડીપાટી વાસનાં રહેવાસી અલ્કા ચંદ્રેશ પટેલે જણાવ્યું કે આ ભુરિયા બહ્મચારી નામના શ્વાનનું આજે બેસણું યોજવામાં આવ્યું હતું.
જેમ તમામ ક્રિયાઓ સાથે બારમાની પણ વિધી માનવજાત માટે તેના આત્માના કલ્યાણ અર્થે અને મોક્ષ માટે કરાતી હોય છે તે જ રીતે આ શ્વાનનું બારમું અને અન્ય તમામ ક્રિયાઓ પણ કરવામાં આવશે.