આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી આ લોકોને પડશે વધારે તકલીફ જાણો કેવુ રહેશે તમારા ત્યાંનું વાતાવરણ
ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં કેવી સ્થિતિ રહેશે તે અંગે હવામાન નિષ્ણાત દ્વારા માહિતી આપવામાં આવી છે. તાપમાનમાં ઘટાડો થયો છે તેવી માહિતી સાથે રાજ્યમાં ક્યાં ગરમીના કારણે અકળામણ થઈ શકે છે તેની વિગતો પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આ સાથે આગામી 7 દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.ગુજરાતના અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા આગામી સપ્તાહમાં હવામાન કેવું રહેશે તે અંગેની માહિતી આપી છે. દાસ જણાવે છે કે, વિન્ડ પેટર્ન બદલાઈ છે, જેની અસર તાપમાન પર પણ પડી છે અને તેમાં ઘટાડો નોંધાયો છે.
રાજ્યના મોટાભાગના સેન્ટરો પર તાપમાનમાં ઘટાડો થયો છે. પાછલા 24 કલાકમાં હવામાન સૂકું રહ્યું છે અને આગામી દિવસોમાં પણ હવામાન સૂકું રહેવાની આગાહી છે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગુરુવારે તાપમાનમાં ઘટાડો થયો છે. રાજ્યમાં સૌથી ઊંચું 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ સહિત અમરેલી અને સુરેન્દ્રનગરમાં નોંધાયું છે.
આ સાથે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા પવનો અને ગરમીના કારણે અકળામણ અનુભવાશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાનની આગાહી કરીને જણાવ્યું છે કે, 4 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શક્યતાઓ નથી.
જોકે, આ પછી પાંચમા દિવસથી ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીનો પારો દોઢ ડિગ્રી સુધી ઘટ્યો હતો. પરંતુ ગરમ અને ભેજવાળા પવન ફૂંકાતાં ગરમીથી રાહત મળી ન હતી. આગામી ચાર દિવસમાં 2 થી 3 ડિગ્રી ગરમી ઘટવાની શક્યતા હવામાન વિભાગની વ્યક્ત કરી છે.